મોદી સરકારના બીજા કાર્યકાળની શરૂઆતની સાથે જ હવે એનડીએના અસંતુષ્ટ સહયોગીઓમાં જેડીયુના નીતીશકુમાર બાદ બીજુ નામ શિવસેનાના ઉદ્ધવ ઠાકરેનું છે. ઓછી અગત્યતા ધરાવતું ભારે ઉદ્યોગ મંત્રાલય મળવા પર શિવસેના નારાજ છે. પાર્ટીએ ઇશારામાં તેની નારાજગી જાહેર પણ કરી છે. આપને જણાવી દઇએ કે મુંબઇ દક્ષિણથી સાંસદ અરવિંદ સાવંતે 30મી મેના રોજ મોદી સરકારમાં કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા. વિભાગોની વહેંચણી બાદ તેમને ભારે ઉદ્યોગ મંત્રી બનાવાયા છે.

પાર્ટીના એક રણનીતિકારે કહ્યું કે ભાજપે પોતાના સૌથી જૂના સહયોગીને કમ સે કમ ત્રણ મંત્રી બનાવાની ઓફર કરી નથી. તેની સાથે જ એક મંત્રી બનાવ્યો તે પણ સંચાર, સ્વાસ્થ્ય કે રેલવે જેવા અગત્યના મંત્રાલય આપ્યા નથી. આપને જણાવી દઇએ કે પહેલાં બિહારમાં ભાજપના સહયોગી જેડીયુ એ એક મંત્રીની ઓફર મળવા પર મોદી મંત્રીમંડળમાં સામેલ થવાની ના પાડી દીધી હતી.

શિવસેનાને મોદી સરકારના પહેલાં કાર્યકાળની જેમ એક વખત ફરીથી ભારે ઉદ્યોગ મંત્રાલય મળ્યા છે. છેલ્લાં 21 વર્ષમાં પાંચ વખત શિવસેનાને આ મંત્રાલય મળ્યું છે. સૌથી પહેલાં બાબાસાહેબ વિખે પાટિલ (1998), પછી મનોહર જોશી (1999), સુબોધ મોહિતે (2004), અને અનંત ગીતે (2014-2019)એ ભારે ઉદ્યોગ મંત્રાલય સંભાળ્યું. ગીતે આ વખતે લોકસભા ચૂંટણીમાં એનસીપીના સુનીલ તટકરેથી રાયગઢ સીટ પર હારી ગયા. ત્યારબાદ સાવંતને આ પદ માટે પસંદ કરાયો.

દિલ્હીમાં મીડિયા સાથે વાતચીત કરતાં શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું કે વિભાગોને લઇ અમે કોઇ માંગણી કરી નહોતી કારણ કે વિભાગોની વહેંચણી વડાપ્રધાનનો વિશેષાધિકાર છે. જો કે ઉદ્વવજી દિલ્હીમાં હતા અને તેઓ આ અંગે જાણે છે. ભાજપ નેતૃત્વને એક સંદેશ મોકલ્યો છે. સૂત્રોના મતે આ સંદેશમાં શિવસેના એ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post PM મોદીથી નીતિશ કુમાર બાદ હવે આ નેતા એ પણ ચઢાવી દીધું મોઢું, કહ્યું કે… appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/modi-cabinet-2-0-shiv-sena-unhappy-with-portfolio-allocation/
via Best Gujarati News

0 Comments