UPSCની પરીક્ષા પાસ કરવી કે રાજનીતિમાં જવું
તડાફડી : વિનય દવે
સવાલ
સેલ્ફી લેવાના પૈસા ચુકવવા પડતા હોત તો?
(અશ્વિન રબારી – કુરેજા, પાટણ)
જવાબ
તો “સેલ્ફી માટે લોન મલસે” એવી જાહેરાતો આવતી હોત.
સવાલ
ચૂંટણીમાં કોને મત આપવો જોઈએ?
(સની મકવાણા – અમરેલી)
જવાબ
ઓછા હાનિકારકને.
સવાલ
માણસને ઓળખવા માટે શું કરવું જોઈએ ?
(કાલુભાઈ રાઠોડ – ગંગેઠા, કોડીનાર)
જવાબ
જોખી જોખીને મણ મણની દેવાની..
સવાલ
નેતા છે નકામા ને નઠારા.. ક્યારે થશે સજ્જન ને સારા?
(સંજય લકુમ – ચુડા)
જવાબ
જ્યારે થશે એ પ્રભુને પ્યારા..
સવાલ
બીજા હસતાં રાખવા શું કરવું જોઈએ ?
(બીપીનકુમાર પટેલ – પાલનપુર)
જવાબ
ગલગલિયા
સવાલ
મોબાઈલ શું છે?
(ભૌતિક સરધારા – લુણીધર, અમરેલી)
જવાબ
પરીકથામાં એક રાક્ષસ આવતો હતો જે બોલતો હતો – “માણસ ગંધાય માણસ ખાઉં..” મોબાઈલ એજ છે.
સવાલ
Love અને Like માં શું ફેર?
(સાવન પટેલ – જૂનાગઢ)
જવાબ
Love એકપ્રેસ હાઇવે છે Like વનવે સ્ટ્રીટ છે.
સવાલ
નજર ન લાગે તે માટે લોકો ગાડીઓમાં ચુંદડી બાંધે છે, ઘરના દરવાજા પર લીંબુ મરચા બાંધે છે તો મોબાઇલ પર કેમ કશુ નથી બાંધતા ?
(મુકેશકુમાર ખત્રી – કુબેરનગર, અમદાવાદ)
જવાબ
મોબાઈલ સાથે આખેઆખો માણસ જ બંધાયેલો હોય છે.
સવાલ
ધીરજના ફળ મીઠાં હોય આ અંગે તમારું શું કહેવું છે?
(આડતીયા અભિષેક – બીલખા)
જવાબ
બરાબર છે પણ ત્યાં સુધીમાં ભૂખ મરી ગઈ હોય છે.
સવાલ
લગ્ન પેહલાંનો પ્રેમ એટલે..?
(રવિ દસલાણીયા – બાબરા)
જવાબ
ફોટો વિનાની ફ્રેમ.
સવાલ
પત્નીને ચૂપ રાખવા શું કરવું?
(રોનક સખીયા – રાજકોટ)
જવાબ
તમારે બહેરા થઈ જવું જોઈએ.
સવાલ
આ કયો યુગ છે ?
(પરિતા પરમાર – મોરબી)
જવાબ
દેખાદેખીનો.
સવાલ
સવારે વહેલાં ઉઠવા શું કરવું જોઈએ ?
(મુકેશ ગોઠી – રાજકોટ)
જવાબ
આગલી રાતે સુતા પહેલાં ચાર હરડે લો.
સવાલ
આચાર (અથાણું) અને આચાર સંહીતામાં શું સમાનતા છે?
(શૈલેન્દ્રસિંહ ડાભી – મોટી મુડેલ, કઠલાલ,ખેડા)
જવાબ
આચાર (અથાણું) બગડે એનું વરસ બગડે આચાર સંહિતા બગડે એના પાંચ વરસ બગડે.
સવાલ
ફેસબુકીયા બની બેઠેલ લેખકોના ત્રાસ સામે સાચા લેખકને કેમ ઓળખવા ?
(વાઘેલા શિલ્પાબા – રાજકોટ)
જવાબ
ફેસબુક નહીં બુક વાંચો.
સવાલ
આખી ઝીંદગી સાથે ફ્રનારી પત્ની મોટી ઉંમરે પતિને બગીચામાં એકલો કેમ જવા દે છે ?
(આયેશાબાનુ શેખ – ભાવનગર)
જવાબ
એને ખબર હોય છે કે ડોહા બગીચામાં બાંકડે બેસી વાતો કર્યા સિવાય બીજા કોઈ “ખેલ” કરી શકવાના નથી.
સવાલ
“ઘરડાં ગાડા વાળે” તો યુવાનો ?
(અશ્વિન દેસાઈ – કુરેજા, પાટણ)
જવાબ
ગાંડા કાઢે.
સવાલ
પતિ સાચુ બોલે તો પત્ની ખોટું સમજે છે અને ખોટું બોલે તો સાચુ સમજે છે. આવું કેમ ?
(સાકીર ચૌહાણ – નસવાડી)
જવાબ
કેમ કે પતિની મથરાવટી કેટલી મેલી હોય છે એની પત્નીને પાક્કી ખબર હોય છે.
સવાલ
UPSCની પરીક્ષા પાસ કરવી કે રાજનીતિમાં જવું ?
(ધવલ રાણા – પાટણ)
જવાબ
અક્કલ, હોશિયારી, આવડત અને મહેનત કરવાની ધગશ હોય તો UPSC જ કરો ભ’ઈ..
સવાલ
ખેડૂત વધારે પડતું ધાન કેમ ઉગાડે છે ?
(દિનેશ પુરોહિત રવિ -ધાનેરા)
જવાબ
આપણે ધાન ધાન રખડી ના પડીએ એટલે.
સવાલ
રાહુલ ગાંધી જો વિનય દવે હોત તો?
(જીનલ સતિષભાઈ જાદવ – પાટણ)
જવાબ
ખાસ ફ્રક ના પડત કેમ કે બંનેને ધડમાથા વગરની વાતોનો શોખ છે.
સવાલ
નિષ્ફળતા મળે તો સૌથી પહેલાં શું કરવું જોઈએ?
(જીતેન્દ્ર ટાંક – રાજકોટ)
જવાબ
એનો દોષનો ટોપલો કોના માથે ઢોળવો એ વિચારવું જોઈએ.
સવાલ
બાળકો ને આપણે વારસામાં શું આપીને જવું જોઈએ?
(ભાવેશ ભરવાડ – વડોદરા)
જવાબ
હાથ, પગ ને હૈયું.
સવાલ
કોઈ પણ સવાલના જવાબમાં ઊંધું બોલે એને શું કહેવાય ?
(જાદવ મેહુલ – ગુંજાર,ધંધુકા)
જવાબ
સિધ્ધુ
સવાલ
ફેંકવાની સ્પર્ધા થાય તો કોણ જીતે ?
(રિયાઝ કટારીયા – સુત્રાપાડા)
જવાબ
નીરજ ચોપરા, એ ભાલાફેંકમાં ગોલ્ડ મેડલીસ્ટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post UPSCની પરીક્ષા પાસ કરવી કે રાજનીતિમાં જવું appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/upsc-test-pass-ki-ki-raj/
via Best Gujarati News
0 Comments