। કોલકાતા ।

ચૂંટણી પંચની કાર્યવાહી પર ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા મમતા બેનરજીએ કહ્યું કે આ નિર્ણય પંચનો નહીં પરંતુ મોદીએ કર્યો છે. શાહના ઈશારે પંચે આ નિર્ણય કર્યો છે. મમતાએ કહ્યું કે  મોદીને હટાવો, મોદીને દેશમાંથી કાઢી મૂકો. તેમને એક વોટ પણ ન આપશો. મમતાએ કહ્યું કે ભાજપે બંગાળ અને બંગાળીઓનું અપમાન કર્યું છે. કેન્દ્રીય સુરક્ષા દળોને કારણે બંગાળમાં હિંસા થઈ છે. માફી તો દૂર પણ મોદીએ મૂર્તિ તોડનારની નિંદા પણ કરી નથી આ તમામ ષડયંત્ર મુકુલ રોય રચી રહ્યાં છે. પીએમ મોદી ચૂંટણી પંચની બાંય મરડી રહ્યાં છે. દોષિતોની સામે ચૂંટણી પંચે કાર્યવાહી કરી નથી.

મમતાએ ચેતવણી આપી કે બંગાળને યુપી, બિહાર અથવા ત્રિપુરા ન સમજવામાં આવે. રાજ્ય સરકારની સુરક્ષા હોત તો હિંસા ન થાત. બેનરજીએ કહ્યું કે ભગવા વસ્ત્રો પહેરીને ગુંડાઓ બંગાળમાં આવ્યાં છે. અમિત શાહને ચૂંટણી પંચે નોટિસ કેમ ન આપી. રાજ્યની હિંસા માટે અમિત શાહ જવાબદાર છે. ભાજપ બંગાળને તેના ઈશારે ન ચલાવી શકે. કેન્દ્રીય દળોની ગાડીઓમાં ભાજપના ઉમેદવારોને પૈસાનો પુરવઠો પહોંચાડવામાં આવી રહ્યો છે.

એક સેકન્ડમાં ભાજપની કચેરી પર કબજો કરી શકું છું : મમતા

ભાજપ સામે આકરા તેવર બતાવતા મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, તમારા લોકોના નસીબ સારા છે કે હું શાંત બેઠી છું. નહિતર એક સેકન્ડમાં દિલ્હીમાં ભાજપની કચેરી અને તમારા ઘરો પર કબજો કરી શકું છું. અમિત શાહ શું ભગવાન છે કે તેમની સામે કોઈ વિરોધ પ્રદર્શન ન કરી શકે? અમિત શાહ પોતાને સમજે છે શું?

તૃણમૂલે ભાજપની હિંસાના ૩ વીડિયો જારી કર્યાં  

તૃણમૂલ કોંગ્રેસ તરફથી ડેરેક ઓબ્રાયને હિંસાના ૩ વીડિયો જારી કરીને જણાવ્યું હતું કે, અમિત શાહના ગુંડાઓએ હિંસા ફેલાવી હતી અને આ વીડિયોમાં અમિત શાહના ગુંડાઓને હિંસા આચરતા સ્પષ્ટ જોઈ શકાય છે.  પુરાવા બતાવે છે કે, ભાજપ બહારથી ગુંડાઓ લાવ્યા હતા. આમ ભાજપ અને ટીએમસી વચ્ચે વીડિયો વોર પણ શરૂ થઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પંચના એક્શન પર મમતાનું રિએક્શન મોદી-શાહના નિર્દેશ પર ફેંસલો લેવાયો appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/on-the-action-of-the-commission/
via Best Gujarati News

0 Comments