હિંસા માટે ભાજપ નહીં તૃણમૂલ કોંગ્રેસ જવાબદાર : અમિત શાહ
। નવી દિલ્હી ।
પશ્ચિમ બંગાળમાં રોડ શો દરમિયાન હિંસા માટે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તૃણમૂલ કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે. પત્રકાર પરિષદને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, કોલકાતાની હિંસા પાછળ તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ જવાબદાર છે. તેમણે જ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખી હતી. હિંસા પહેલાં અને પછી વિદ્યાસાગર કોલેજના દરવાજા બંધ હતા અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો કેમ્પસની અંદરથી પથ્થરમારો કરી રહ્યાં હતાં. ખરેખર તો હુમલો અંદરથી જ કરવામાં આવ્યો છે. મમતા બેનરજી કહે છે કે ભાજપે હિંસા ફેલાવી છે. હું તેમને કહેવા માગું છું કે, તેઓ તો માત્ર પશ્ચિમ બંગાળની ૪૨ બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છે પરંતુ અમે દેશના દરેક રાજ્યમાં ચૂંટણી લડીએ છીએ. દેશમાં પશ્ચિમ બંગાળ સિવાય ક્યાંય હિંસા થઈ નથી જે પુરવાર કરે છે કે હિંસા માટે ટીએમસી જ જવાબદાર છે.
હિંસા માટે તૃણમૂલ જવાબદાર છે તે પુરવાર કરવા તસવીરો રજૂ કરતાં શાહે જણાવ્યું કે, બંગાળીઓનો આક્રોશ દીદીના પરાજયમાં પરિણમશે. મમતા બેનરજી રાજ્યમાં લોકશાહીનું ગળું ટૂંપી રહ્યાં છે.
હું કોઈ FIRથી ગભરાતો નથી : અમિત શાહ
અમિત શાહે જણાવ્યું હતું કે, મને હમણા જ જાણવા મળ્યું છે કે, બંગાળ સરકારે મારી સામે એફઆઈઆર નોંધાવી છે. હું તેમને કહેવા માગું છું કે, હું આ પ્રકારની એફઆઈઆરથી ગભરાતો નથી. ચૂંટણી પંચ મૂક દર્શક બની રહ્યું છે. ચૂંટણીઓ પહેલાં બંગાળમાં હિસ્ટ્રીશીટર ગુંડાઓની ધરપકડ કરાઈ નથી.
સીઆરપીએફના જવાનોને કારણે હું બચ્યો
અમિત શાહે જણાવ્યું હતું કે, રોડ શોમાં અમારી સાથે સીઆરપીએફના જવાનો હોવાના કારણે હું બચી જવામાં સફળ થયો હતો. જો સીઆરપીએફના જવાનોનું રક્ષણ મને ન મળ્યું હોત તો મારું બચી નીકળવું મુશ્કેલ બન્યું હોત.જો ચૂંટણી પંચ યોગી આદિત્યનાથ સામે પગલાં લઈ શક્તું હોય તો મમતા બેનરજી સામે શા માટે નહીં?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હિંસા માટે ભાજપ નહીં તૃણમૂલ કોંગ્રેસ જવાબદાર : અમિત શાહ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/violence-for-bjp-no-trinam/
via Best Gujarati News
0 Comments