જૂનાગઢમાં બેંક લોનની રીકવરી માટે ગયેલા યુવાનને મળ્યું મોત, પિતા-પુત્રએ આપ્યો ઘટનાને અંજામ
જૂનાગઢમાં બે દિવસ અગાઉ બેંક લોનની રીકવરી બાબતે યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં બે સગા ભાઇઓ પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં એક ભાઇનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એક ભાઇ ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે પિતા-પુત્રની ઝડપી લીધા છે જયારે અન્ય આરોપી હજુ ફરાર છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢમાં બે દિવસ અગાઉ જયશ્રી ટોકીઝ વિસ્તાર નજીક આવેલ આકાર એપાર્ટમેન્ટમાં એક યુવાનની હત્યા થઈ હતી. જ્યારે મૃતક યુવાનનો ભાઇ ઇજાગ્રસ્ત થતાં તેને સારવારમાં ખસેડાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આરોપી રવિ સંજયભાઇ લેહરૂએ એચ.ડી.એફ.સીં. બેંકમાંથી લોન લીધી હતી. ચિરાગ અશોકભાઇ વિઠ્ઠલાણી કે જે બેંકમાં લોન રીકવરીનું કામ કરતો હતો, તે લોનની રીકવરી બાબતે રવિ સાથે ઝઘડો થતાં ચિરાગનો નાનો ભાઇ હાર્દિક પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
આરોપી રવિના બન્ને ભાઇ ચિરાગ અને હાર્દિક સાથે પણ ઝઘડો થયો હતો અને તેમાં રવિ સહિતના સાત જેટલા શખ્સોએ ધોકા લાકડી સહીતના હથિયારો વડે બન્ને ભાઇઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં નાના ભાઇ હાર્દિકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે મોટો ભાઇ ચિરાગ ઈજાગ્રસ્ત થતાં તેને પ્રથમ જૂનાગઢ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.
હત્યાની ઘટના બાદ પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. બે દિવસમાં મુખ્ય આરોપી રવિ લહેરૂ અને તેના પિતા સંજયભાઈ લેહરૂને ઝડપી લીધા હતા. પોલીસે બન્ને આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપી રવિના સાગરીતોને પણ ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળ પરથી હત્યામાં વપરાયેલા હથિયારો પણ જપ્ત કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જૂનાગઢમાં બેંક લોનની રીકવરી માટે ગયેલા યુવાનને મળ્યું મોત, પિતા-પુત્રએ આપ્યો ઘટનાને અંજામ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/junagadh-a-young-man-was-arrested-for-his-bank-loan-recovery-father-sons-arrest/
via Best Gujarati News

0 Comments