અ’વાદમાં પતિના અફેરની શંકાએ પત્નીએ ઘડ્યો માસ્ટર પ્લાન, FBમાં ફેક ID બનાવી કર્યું એવું કે…!!
પતિની વિઝા કન્સ્લટન્સી ઓફીસની યુવતી સાથે અફેર હોવાની શંકા રાખીને પત્નીનું કારસ્તાન બહાર આવ્યું છે. મહિલાએ પતિની પ્રેમિકા હોવાની શંકા રાખી યુવતીના નામનું અને અન્ય યુવતીઓના નામના ફેક ફેસબૂક આઈડી બનાવ્યા હતા.
જે આઈડીથી બિભત્સ મેસેજો યુવતીના પતિ અને સગાસબંધી અને મિત્રોને મોકલી પરિવારને બદનામ કર્યો હતો. સાયબર ક્રાઈમબ્રાંચની ટીમે ધો-12 પાસ મહિલાની સોમવારે ધરપકડ કરી કાર્યવાહી કરી છે.
સેટેલાઈટમાં રહેતી શ્વેતા (નામ બદલ્યું છે)એ સોમવારના રોજ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.30-11-2018ના રોજથી ધારા પટેલ, સ્મીતા પટેલ નામના અને પોતાના નામનું ફેક ફેસબૂક આઈડી બનાવી કોઈ વ્યક્તિ તેણે પરેશાન કરી રહી છે.
આ ફેસબૂક આઈડી પર શ્વેતાના પતિનો ફોટો લગાવી તેના મિત્રો અને સગાસબંધીઓને બિભત્સ અને ધમકીભર્યા મેસેજો મોકલી હેરાન પરેશાન કરવામાં આવે છે. જેના પગલે ક્રાઈમબ્રાંચ ગણતરીના કલાકોમાં એકતા નિરલ પટેલ (ઉં,30)ની ધરપકડ કરવામાં આવી હતી. એકતાએ પોલીસને જણાવ્યું હતું કે, શ્વેતા તેના પતિની વિઝા કન્સ્લટન્સીની ઓફીસમાં ફરજ બજાવતી હતી.
શ્વેતા અને તેના પતિ વચ્ચે પ્રેમસબંધ હોવાની શંકા પોતાને હતી. જેના કારણે શ્વેતાને હેરાન કરવા માટે પોતે આ કૃત્ય આચર્યું હતું. પોલીસે એક્તાનો મોબાઈલ જમા લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અ’વાદમાં પતિના અફેરની શંકાએ પત્નીએ ઘડ્યો માસ્ટર પ્લાન, FBમાં ફેક ID બનાવી કર્યું એવું કે…!! appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-in-husband-extra-marital-affair-wife-create-fake-fb-account/
via Best Gujarati News
0 Comments