જબરો અકસ્માત: રોડ પર દોડતી બાઇકમાં ફિલ્મીઢબે આગ લાગી, 2 ભડથું, એક યુવતી ઘાયલ
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. ત્યારે ગઇકાલે અમદાવાદના ધોળકામાં એક વિચિત્ર અકસ્માત થયો હતો. આ ઘટનામાં રોડ પર કોઇકારણસર ચાલું બાઇકે આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં બાઇક પર સવાર 2 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. બાઇકમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ નજીક બાવળામાં એક બાઈક પર ત્રણ વ્યક્તિઓ કોઇ કામે જઈ રહ્યા હતા, તે સમયે અચાનક ચાલુ બાઈકે બાઈકમાં આગ લાગી હતી. આ ઘટનામાં બાઇકસવારોને કંઇ ખબર પડે તે પહેલા આગે વિકરાળ સ્વરૂપ ઘારણ કરી લીધું હતું અને બાઇક પર બેઠેલા ત્રણેય વ્યક્તિઓ નીચે રોડ પર પટકાયા હતા.
આગની ઝપેટમાં બે લોકો જીવતા સળગ્યા હતા, અને તેમના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ હતી, તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
આ ગમખ્વાર અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પરંતુ આગમાં સળગી રહેલા લોકોને બચાવવાની કોઈની હિમ્મત ન ચાલી નહોતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બાવળા પાસે બાઈકની સાથે બે પુરૂષ સળગી જતા, તેમના ઘટના સ્થળ પર જ મોત થયા છે, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતા, તેને અમદાવાદની એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post જબરો અકસ્માત: રોડ પર દોડતી બાઇકમાં ફિલ્મીઢબે આગ લાગી, 2 ભડથું, એક યુવતી ઘાયલ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-bavla-in-two-people-death-to-bike-burned/
via Best Gujarati News


0 Comments