મોતના બદલામાં મોત, રામોલમાં બે જૂથ વચ્ચે મોડી રાત્રે ખેલાયો લોહિયાળ જંગ
રામોલ જનતાનગરના બગીચા ખાતે જુની અદાવતમાં યુવકોના બે જૂથ વચ્ચે મંગળવારે રાત્રે મારા મારી થઇ હતી. મારા મારી દરમિયાન એક ટોળકીએ બીજા ગ્રુપના યુવકને એટલી હદે છરીઓ મારી હતી કે, શરીરના અનેક ભાગો સહિત માથા પર પણ છરીના ઘા માર્યા હતા.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રમીઝખાન પઠાણ અને શમશેરખાન પઠાણ વચ્ચે જુની અદાવત ચાલી રહી હતી. જો કે, આ અદાવતને ધ્યાનમાં રાખીને શમશેરખાન પઠાણએ રમીઝખાન પઠાણ પર મોડી રાત્રે હુમલો કર્યો હતો. જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત રમીઝખાનને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જોકે સારવારમાં લઇ ગયા પહેલા જ રમીઝખાન પઠાણ નામના શખસનુ મોત નિપજ્યુ હતુ. તેની સાથે એલજી હોસ્પિટલ ખાતે બીજા શંકાસ્પદ યુવકને હાજર ટોળાએ માર મારતા નાશભાગ મચી ગઇ હતી.
રમીઝખાનના પરિવારજનોએ શમશેરખાનના ભાઇ આમીરખાન પર હુમલો કર્યો હતો. જેથી તેને પણ ગંભીર ઇજા પહોચી હતી. જેને સારવાર માટે એલજીહોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન રમીઝખાન પઠાણના પરિવારજનો સહિત 100થી 150 લોકોનું ટોળું એલજી હોસ્પિટલ ખાતે આવી પહોચ્યું હતું અને આમીરખાન પઠાણને માર માર્યો હતો. તેમજ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.
જોકે રામોલ પોલીસ અને મણિનગર પોલીસ પહોચતાં મામલો થાળે પડયો હતો. હોસ્પિટલ ખાતે માર માર્યા બાદ યુવકને સારવાર માટે અન્ય હોસ્પિટલ ખસેડાયો હતો. રામોલ પોલીસે મોડી રાત્રે ગુનો નોધવા તજવીજ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મોતના બદલામાં મોત, રામોલમાં બે જૂથ વચ્ચે મોડી રાત્રે ખેલાયો લોહિયાળ જંગ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/ahmedabad-in-ramol-area-two-murder-case/
via Best Gujarati News
0 Comments