વલસાડની ગુંદલાવ GIDCમાં આવેલ એક ઇન્ક બનાવતી કંપનીમાં મધ્યરાત્રીના 10 વાગ્યામાં સુમારે આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે આજુબાજના વિસ્તારોમાં રહેતા લોકોના જીવ તાળવે ચોટયા હતા. સ્થાનિક લોકોએ ઘટનાની જાણકારી ફાયરને કરતા ફાયર વિભાગની 12 જેટલી ગાડીઓ મોડી રાત સુધી સ્થળ પર આગ પર પાણીમારો કર્યો હતો. અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વલસાડની ગુંદલાવ GIDCમાં આવેલ એક ઇન્ક બનાવતી કંપનીમાં મધ્યરાત્રીના 10 વાગે લાગેલી આગ પર બ્રિગેડ કોલ જાહેર થયા પછી નવસારી, બિલ્લીમોરા, વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, સરીગામ, વાપી GIDCની ફાયરની ગાડીઓ આવી પહોંચી હતી.

મોડી રાત સુધી આગ કાબૂમાં આવી નહોતી. આ ઘટનામાં કંપનીના ગોડાઉનમાં રાખેલ ઇન્ક બનાવવા માટેના સોલ્વન્ટના દ્રમ ભરેલા હતા જે આગના કારણે હવામાં ઉછળીને ફાટતા હતા, જોતા જોતામાં કંપનીમાં લાગેલી આગ બંને ગોડાઉનને ઝપેટમાં લઇ લીધા હતા.

એક જ કંપનીના બે ગોડાઉનમાં મુકેલ માલ બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટના બનતા જ આજુબાજુના રહેતા વિસ્તારમાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. રાજ્યમાં છાશવારે બનતી આવી ઘટનામાં લોકો ભોગ બનતા હોય છે. આ ઘટનામાં પણ આગ પર ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. તો બીજું તરફ હાલ આ બાબતે કંપની સંચાલકે કોઈ માહિતી આપી ન હતી.

જોકે સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા ન હોતા. કુલ 12 જેટલી ફાયરની ગાડીઓએ આગ પર મોડી રાત્રે કાબુ મેળવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વલસાડની GIDCમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ, કેમિકલના ડ્રમ હવામાં ઉછળીને ફાટ્યા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/fire-in-a-company-named-shakti-tech-in-valsad/
via Best Gujarati News

0 Comments