ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો.૧૦ના પરિણામમાં એનસીઈઆરટીના પાયલોટ પ્રોજેક્ટ વાળી સ્કૂલોના ચોંકાવનારા પરિણામો આવ્યાં છે. જેમાં એનસીઈઆરટીના અભ્યાસક્રમની સાથે સાથે સીબીએસઈ બોર્ડની (૮૦/૨૦)ની પેપર સ્ટાઈલ અપનાવેલ સુરત જિલ્લાની સ્કૂલોનું પરિણામ ૭૮.૪૫ ટકા આવ્યું છે.

જ્યારે અન્ય જિલ્લાની સ્કૂલો કે જેઓએ માત્ર અભ્યાસક્રમ એનસીઈઆરટીનો અપનાવ્યો હતો પરંતુ પેપર સ્ટાઈલ ગુજરાત બોર્ડની અપનાવી હતી તે સ્કૂલોનું પરિણામ ૯૩.૫૧ ટકા આવ્યું છે. આમ સીબીએસઈની પેપર સ્ટાઈલ અપનાવેલી સુરત જિલ્લાની સ્કૂલોનું પરિણામ અન્ય સ્કૂલોની સરખામણીએ ૧૫.૦૬ ટકા ઓછું આવ્યું છે.

રાજ્યની તમામ સ્કૂલોમાં એનસીઈઆરટીના પાઠયપુસ્તકોનો અમલ કરવામાં આવી રહ્યો છે ત્યારે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સુરત અને અન્ય કેટલાક જિલ્લાની ૧૩૨ સ્કૂલોમાં એનસીઈઆરટીનો અભ્યાસક્રમ અમલમાં મૂક્યો હતો.

જેમાં સુરત જિલ્લાની સ્કૂલોએ એનસીઈઆરટીના અભ્યાસક્રમની સાથે સાથે પરીક્ષા પદ્ધતિ પણ સીબીએસઈની અપનાવી હતી જ્યારે અન્ય સ્કૂલોએ પરીક્ષા પદ્ધતી ગુજરાત બોર્ડની જ અપનાવી હતી. સીબીએસઈની પેપર સ્ટાઈલ આગામી વર્ષથી ગુજરાત બોર્ડની પરીક્ષામાં પણ અમલમાં આવી રહી છે.

જેમાં બોર્ડના ૧૦૦ માર્કસના પેપરમાં ૮૦ માર્કસ ગણવાના અને સ્કૂલમાંથી ૨૦ માર્કસ આપવામાં આવશે. જ્યારે હાલની ગુજરાત બોર્ડની પેપર સ્ટાઈલમાં બોર્ડના ૭૦ ટકા માર્કસ અને સ્કૂલના ૩૦ ટકા માર્કસ ગણવામાં આવે છે.

સુરત અને અન્ય જિલ્લાના પરિણામ

જિલ્લો          પરીક્ષાર્થી       પાસ થયેલ     પરિણામ

સુરત           ૫૬૩૩        ૪૪૧૯         ૭૮.૪૫ %

અન્ય જિલ્લાઓ ૬૬૧૫         ૬૧૮૬         ૯૩.૫૧ %

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ધોરણ-10ના પરિણામમાં સુરતની સ્કૂલોએ CBSE સ્ટાઇલથી પેપર આપ્યા, પરિણામ 15% ઘટ્યું appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/surat-schools-gave-paper-to-the-cbse-styling-resulting-in-15-decline/
via Best Gujarati News

0 Comments