રાજ્યમાં ૨૬ લોકસભા બેઠકોની, ૪ વિધાનસભા બેઠકોની જ્યાં મતગણતરી ૨૩મીના ગુરુવારે હાથ ધરાવાની છે, ત્યાં ઈવીએમ-વીવીપેટ મશીનોના શિફ્ટિંગ સાથે જ પ્રત્યેક કેન્દ્ર ખાતે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ સીએપીએફની એક પ્લાટૂન ૨૪ કલાકના પહેરામાં તહેનાત છે, જે બંદોબસ્ત મતગણતરી પૂરી ના થાય ત્યાં સુધી ચાલશે.

એક પ્લાટૂનમાં ૧૦ જેટલા સશસ્ત્ર જવાનો સામેલ છે, જેઓને ત્રિસ્તરિય સુરક્ષામાં ગોઠવાયા છે. રાજ્યમાં કુલ ૧૩ સીએપીએફ કંપનીઓ સુરક્ષા માટે છે. પ્રત્યેક ગણતરી કેન્દ્રના કમ્પાઉન્ડમાં ૫૦ સશસ્ત્ર એસઆરપી જવાનો તથા કમ્પાઉન્ડ બહાર વ્યવસ્થા માટે ૨૦ પોલીસ જવાનોનો સ્ટાફ રખાયો છે.

આણંદ લોકસભાના બોરસદ, આંકલાવ, પેટલાદ અને સોજિત્રા વિધાનક્ષેત્રો માટે અલગ અને ખંભાત, ઉમેરઠ, આણંદ વિધાનસભા ક્ષેત્રો માટે અલગ બે સ્થળે મતગણતરી થવાની છે, બાકીની ૨૫ લોકસભા બેઠકો તથા જામનગર ગ્રામીણ વિધાનસભા બેઠક ખાતે અલગ મતગણતરી કેન્દ્રો મળીને કુલ ૨૮ કેન્દ્રોમાં ગણતરી થશે.

મતગણતરી માટે આશરે ૯ હજારનો સ્ટાફ

રાજ્યમાં દરેક મતગણતરી કેન્દ્રના હોલ ખાતે મહત્તમ ૧૪ મતગણતરી ટેબલ ઉપરાંત રિટર્નિંગ ઓફિસર તથા આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરનું અલગ અલગ ટેબલ રહેશે. કુલ ૨૬ લોકસભા માટે મુખ્ય ચૂંટણી અધિકારીઓ તથા ૧૮૨ મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ ઉપર રહેશે.  પ્રત્યેક મતગણતરી ટેબલ ઉપર એક કાઉન્ટિંગ સુપરવાઈઝર, એક કાઉન્ટિંગ આસિસ્ટન્ટ તથા એક માઈક્રો ઓબ્ઝર્વર્સ મળીને રાજ્યમાં કુલ ૨,૫૪૮ કાઉન્ટિંગ સુપરવાઈઝર, ૨,૫૪૮ કાઉન્ટિંગ આસિસ્ટન્ટ તથા ૨,૯૧૨ માઈક્રો ઓબ્ઝર્વર્સ ફરજ બજાવશે.

ચૂંટણી અધિકારીને મદદ માટે અનામત અને સપોર્ટિંગ સ્ટાફ પણ વધારાનો રહેશે.  પોસ્ટલ બેલેટ ગણવા માટે આખા રાજ્યમાં સુપરવાઈઝર,આસિસ્ટન્ટ, માઈક્રો ઓબ્ઝર્વર્સ મળીને ૩૦૯નો સ્ટાફ રહેશે, જેઓને ૧૦૩ મદદનીશ ચૂંટણી અધિકારીઓ મદદરૂપ બનશે.   ઈટીપીબીની ચકાસણી ગણતરી માટે ૧૫ મદદનીશ અધિકારીઓ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૪ મદદનીશ ચૂંટણી અધિકારીઓ રહેશે. આમ કુલ ૧૨૨ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓ મુકાયા છે. તેમજ ૨૬ લોકસભા તથા ૪ વિધાનસભા બેઠકો માટે કુલ ૪૧ ઓબ્ઝર્વર્સ ફરજ ઉપર રહેશે.

EVMની ગણતરી બાદ VVPAT મતો ગણાશે

દરેક મતગણતરીના હોલમાં ફફઁછ્ના મતો ગણવા અલાયદુ ટેબલ લાગશે. પ્રત્યેક લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠકદીઠ રેન્ડમ પાંચ બૂથના ઉપરાંત ૪ વિધાનસભા બેઠકમાં પ્રત્યેકમાં પાંચ બૂથમાં વીવીપેટમાં પડેલા મતો ગણાશે. ઈવીએમમાં પડેલા મતોની ગણતરી બાદ છેલ્લે વીવીપેટના મતો ગણાશે. ડ્રો દ્વારા પાંચ મતદાન મથકો વીવીપેટની ગણતરી માટે વારાફરતી પસંદ કરાશે.

૧૬ મતદાન મથકોમાં VVPATની ગણતરીમાં ભૂલ

સવારે સૌ પ્રથમ દરેક કેન્દ્ર ખાતે ૫૦ મતો ચકાસણી માટે મોકપોલ થશે, જેનો ડેટા ક્લિયર થશે. બાદમાં ૧૬ મતદાન મથકોના વીવીપેટની ગણતરીમાં ભૂલ થયેલી હોઈ કેન્દ્રીય ચૂંટણી પંચની મંજૂરીથી એમાં જરૂરી સુધારો થશે. ત્યાર બાદ પોસ્ટલ મતોની ગણતરી થશે.

કઈ બેઠકની મતગણતરી ક્યાં

(૧)કચ્છ – સરકારી ઈજનેરી કોલેજ, ભુજ   (૨)બનાસકાંઠા – સરકારી ઈજનેરી કોલેજ, જગાણા, પાલનપુર  (૩)પાટણ – સરકારી ઈજનેરી કોલેજ, કતપુર, પાટણ  (૪)મહેસાણા – મરચન્ટ એન્જિ.કોલેજ, વિસનગર  (૫)સાબરકાંઠા – પોલિ.કોલેજ, મોતીપુરા, હિંમતનગર   (૬) ગાંધીનગર – સરકારી આર્ટ્સ કોમર્સ કોલેજ, ગાંધીનગર   (૭)અમદાવાદ-પૂર્વ – એલ.ડી.એન્જિ., નવરંગપુરા   (૮)અમદાવાદ-પશ્ચિમ – ગુજરાત કોલેજ, એલિસબ્રિજ  (૯)સુરેન્દ્રનગર – એમ.પી.શાહ કોલેજ, સુરેન્દ્રનગર  (૧૦)રાજકોટ – સરકારી ઈજનેરી કોલેજ, કાલાવડ રોડ   (૧૧)પોરબંદર – પોલિ. કોલેજ, એરપોર્ટ, પોરબંદર   (૧૨)જામનગર – ઓસવાલ કોલેજ, ઉદ્યોગનગર, જામનગર  (૧૩)જૂનાગઢ – જૂનાગઢ એગ્રિ. યુનિવર્સિટી  (૧૪)અમરેલી – પ્રતાપરાય કોલેજ, અમરેલી   (૧૫)ભાવનગર – સરકારી ઈજનેરી કોલેજ, ભાવનગર  (૧૬)આણંદ – બીજેવીએમ કોલેજ, વલ્લભવિદ્યાનગર તથા પટેલ આર્ટ્સ કોલેજ, વલ્લભવિદ્યાનગર  (૧૭)ખેડા – પટેલ આર્ટ્સ કોમર્સ કોલેજ, નડિયાદ   (૧૮)પંચમહાલ – સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા   (૧૯)દાહોદ – સરકારી ઈજનેરી કોલેજ, ઝાલોદ રોડ   (૨૦)વડોદરા – પોલિ.કોલેજ, નિઝામપુરા  (૨૧)છોટાઉદેપુર – સરકારી પોલિટેકનિક, છોટાઉદેપુર   (૨૨) ભરૂચ – કે.જે.પોલી., ભોળાવ, ભરૂચ  (૨૩)બારડોલી – આર્ટ્સ કોમર્સ કોલેજ, સોનગઢ  (૨૪)સુરત – SVNIT કોલેજ, સુરત   (૨૫)નવસારી – મહાત્મા ગાંધી સંસ્થા, ભૂતસડ  (૨૬)વલસાડ – સરકારી ઈજનેરી કોલેજ, ભાગડાવાડા  (૨૭)જામનગર ગ્રામીણ વિધાનસભા – ઓસવાલ વિદ્યાલય, ઇંદિરા માર્ગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાજ્યભરમાં 28 મતગણતરી કેન્દ્રો પોલીસ છાવણીમાં ફેરવાયા, જાણી લો કેવો છે સુરક્ષા બંદોબસ્ત! appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/the-security-cycle-of-30-armed-soldiers-of-capf-at-each-counting-center/
via Best Gujarati News

0 Comments