ઇ-કોમર્સ સાઇટ પર આ કંપની સ્માર્ટફોન પર આપી રહી છે રૂપિયા 9,000 સુધીનું બિગ ડિસ્કાઉન્ટ
Flipkart Super Value Week saleમાં Honor કેટલાક સ્માર્ટફોન પર 23થી 29 એપ્રિલ સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. આ વેચાણ દરમિયાન ખરીદાર સ્માર્ટફોન પર રૂપિયા 9999 સુધી બચાવી શકે છે. Super Week Sale દરમિયાન ખરીદી કરનારને Honor સંપૂર્ણ મોબાઇલ પ્રોટેક્શન ફક્ત રૂપિયા 99માં આપી રહી છે. જેમાં મોબાઇલ પ્રોટેક્શનમાં સ્ક્રીન નુકસાન, પાણીથી નુકસાની, હાર્ડવેર અને સૉફ્ટવેર નુકસાન શામેલ છે.
આ સાથે જ કંપની પિક અને ડ્રોપ સુવિધા પણ ઓફર કરી રહી છે. જો તમે તમારા ફોનને અપગ્રેડ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે તમારા જૂના ફોનની જગ્યાએ આ સેલમાં રૂપિયા 250થી રૂપિયા 1000 ના વધારાના ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. તમે “Surprise Exchange Offer” નો ઉપયોગ કરીને આનો લાભ લઈ શકો છો.
આ પ્રમોશનલ સેલમાં Honor 9ના 4 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વેરિયન્ટ 11,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ સાથે, 4 જીબી અને 64 જીબી ડ્યુઅલ સેલ્ફિ-કેમેરા ફોન Honor 9 Lite, Rs. 9,999 ની ઓફર કિંમતમાં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, ખરીદનાર Honor 10 Lite, Honor 7A, Honor 7S અને Honor 9i પર ડિસ્કાઉન્ટ ઑફર્સનો લાભ લઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઇ-કોમર્સ સાઇટ પર આ કંપની સ્માર્ટફોન પર આપી રહી છે રૂપિયા 9,000 સુધીનું બિગ ડિસ્કાઉન્ટ appeared first on Sandesh.
from Technology – Sandesh http://sandesh.com/flipkart-super-value-week-sale-discounts-on-honor/
via Best Gujarati News
0 Comments