જાણીતી ચીની એપ TikTok પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. મદ્રાસ હાઈકૉર્ટની મદુરૈ બેન્ચે આ વિડીયો શેરિંગ એપ પરથી પ્રતિબંધ હટાવી લેવાનો નિર્ણય લીધો છે. TikTok તરફથી કૉર્ટમાં અરવિંદ દાતરે એવો તર્ક આપ્યો કે, “એવી કોઈપણ વ્યવસ્થા ના હોઈ શકે જે કાયદાકીય રીતે માન્ય હોય અને ન્યાયીક રીતે પૂર્ણ હોય. આ એપ પર પ્રતિબંધ લાવવો સમાધાન નથી. યૂઝર્સનાં અધિકારોનું સમ્માન કરવું જરૂરી છે.” કંપની માટે આ રાહતનાં સમાચાર છે કારણ કે આ પ્રતિબંધનાં કારણે કંપનીને રોજનું 5 લાખ ડૉલર (અંદાજે 3.49 કરોડ) રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતુ.

તમને જણાવી દઇએ કે મદ્રાસ હાઈકૉર્ટનાં TikTok પ્રતિબંધનાં ચુકાદા બાદ ગૂગલ અને એપલે ભારતમાં આ એપને પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી હટાવી દીધી હતી. જો કે હવે આ એપ જલ્દી ડાઉનલોડ માટે ઉપલબ્ધ થશે. આ પહેલા સુપ્રીમ કૉર્ટે મદ્રાસ હાઈકૉર્ટને અંતિમ ચુકાદામાં TikTokને લઇને ફાઇનલ ચુકાદો આપવા કહ્યું હતુ. ઉલ્લેખનીય છે કે TikTok પર પ્રતિબંધ આવતા તેની પેરેન્ટ કંપની ‘બાઈટ ડાંસ’એ જાહેરાત કરી હતી કે ભારતમાં વધારે રોકાણ કરવામાં આવશે અને કર્મચારીઓની સંખ્યા પણ વધારવામાં આવશે.

કંપનીએ ભારતીય ન્યાયિક વ્યવસ્થા પર ભરોસો દર્શાવતા કહ્યું હતુ કે, “કંપનીને ભરોસો છે કે આ એપને ફરી ભારતીય યૂઝર્સ વાપરી શકશે.” કંપનીએ એવું પણ કહ્યું હતુ કે આનાથી ભારતમાં ફ્રી સ્પીચને નુકસાન છે. TikTok પર પ્રતિબંધ લાગ્યા બાદ કંપનીએ કહ્યું હતુ કે, “60 લાખ વિડીયો હટાવવામાં આવ્યા છે જે કૉમ્યુનિટી ગાઈડલાઇનું ઉલ્લંઘન કરતા હતા.” કંપનીએ એવું પણ કહ્યું કે કૉમેન્ટ્સમાં ફિલ્ટર્સ લગાવવાનું ઑપ્શન આપવામાં આવે છે જેનાથી બિનજરૂરી કૉમેન્ટ્સથી લોકોને છુટકારો મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ફરી કરી શકશો TikTok ડાઉનલોડ, હટાવી દેવામાં આવ્યો પ્રતિબંધ appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/madras-high-court-lifts-the-ban-on-tiktok/
via Best Gujarati News

0 Comments