। અમદાવાદ ।

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ અમલી બન્યા પછી બિલ્ડરોને ૧૨ ટકા GST ન ભરવો હોય તો એફોર્ડેબલ હાઈસિંગ સ્કીમમાં ૧ ટકા અને ૫ ટકા GST ભરવાનો વિકલ્પ આપ્યો છે. પરંતુ આ વિકલ્પ અપનાવે તો બિલ્ડરોને સિમેન્ટ, રેતી સ્ટીલ, વગેરે કાચી સામગ્રી પર મળવાપાત્ર ITC મળી શકે નહીં.

આથી શહેરના ૮૦૦ પૈકી લગભગ ૭૭૨ જેટલા બિલ્ડરોએ ૧૨ ટકા ઓપ્શન પસંદ કર્યો છે. જેના પરિણામે મકાનો મોંઘા બનશે. આ હેતુસર એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમમાં ૧ ટકા અને ૫ ટકા GSTનો ભરીને ITC ભૂલી જવાની રહેશે. આ પ્રકારે ઓપ્શન અપનાવવા માટેની મુદત ૧૦ દિવસ વધારીતા. ૨૦ મે, ૨૦૧૯ સુધી લંબાવી હતી.

સામાન્ય લોકોને સસ્તા મકાનો મળી શકે તે હેતુસર એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ ૧ અથવા ૫ ટકા GSTના ઓપ્શન અપનાવવા માટેનો હેતુ બર આવશે નહીં. રાજ્ય સરકારે તા. ૧ એપ્રિલ, ૨૦૧૯થી બિલ્ડરોને ઓપ્શન આપીને જૂની સ્કીમ ચાલુ હોય તેમને જૂના રેટ મુજબ ૧૨ ટકા ઈન પુટ ટેક્સ ક્રેડિટના લાભ સાથે અથવા ૧ ટકા અને ૫ ટકા તેમજ ઈનપુટ ટેક્સ ક્રેડિટના લાભ વિના ઓપ્શન પસંદ કરવાની ઓફર કરી હતી. આ હેતુસર તા. ૨૦ મે સુધીમાં અરજી કરવાની હતી.

૭૭૨ બિલ્ડરોએ જૂની સ્કીમમાં રહેવાનું એ ૧૨ ટકા GSTનો ઓપ્શન પસંદ કર્યો છે. જો બિલ્ડર જૂની સ્કીમ ધરાવતા હોય અને તેને નવી સ્કીમનો લાભ લેવો હોય તો તેમણે BU પછીના વેચાણ પર લેવાતા ડેવલપમેન્ટ ચાર્જ GST લાગતો હોવાથી બિલ્ડરોએ જૂનો રેટ પસંદ કરવાનું વલણ અપનાવ્યું છે.

જો જૂના રેટના ઓપ્શન અપનાવે તો ITCના લાભ નહીં મળવાને કારણે મકાનના ભાવમાં ૭ ટકાનો વધારો કરવો પડે. આથી ૧૨ ટકાનો ઓપ્શન વધુ ફાયદાકારક હોવાનું બિલ્ડરોનું માનવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post GSTમાં બિલ્ડરોની આ પસંદગીના ઓપ્શનના કારણે મકાનો બનશે મોંઘા, જાણો વિગતે appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/gst-12-percent-of-the-options-will-become-expensive-by-the-builders-first-choice/
via Best Gujarati News

0 Comments