રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક શાળાના શિક્ષક માટેની ટાટ-૧ની પરીક્ષાનં તાજેતરમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. જોકે આ પરીક્ષાનું પેપર લીક થતાં એકવાર રદ કરાયા બાદ બીજી વખત લેવામાં આવી હતી. બીજી વખત લેવાયેલી પરીક્ષાના પરિણામમાં ઉમેદવારોને ૧૧થી ૧૨ માર્કસનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે.

આ ગ્રેસિંગ એટલા માટે આપવામાં આવ્યું છે કે, પોતાને તજજ્ઞા ગણાવતાં પેપર સેટરોએ આટલી મોટી સંખ્યામાં પ્રશ્નો અથવા તો તેના જવાબો ભુલ ભરેલા મુક્યાં હતાં. મહત્વનું છે કે, ૧૦૦-૧૦૦ ગુણના બે ભાગના પેપરમાં પ્રથમ ભાગમાં જ ૯ જેટલા છબરડા થયાં હતા.સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રો કાઢવા માટે વિષય નિષ્ણાંત તજજ્ઞોની ટીમ બેસતી હોય છે.

કારણ કે, રાત-દિવસ એકકરીને મહેન કરતાં લાખો ઉમેદવારો પરીક્ષા આપવાના હોય છે. જેથી કોઈને અન્યાય ના થાય તે પ્રકારનું વિષય આધારીત પેપર તૈયાર કરવાનું હોય છે. પરંતુ આ તજજ્ઞો દ્વારા ઉમેદવારોના ભાવે સાથે ભારે ચેડાં કરવામાં આવતા હોવાનું ગ્રેસિંગ માર્કસ પરથી ફલીત થાય છે.

ટાટની પરીક્ષામાં પ્રથમ વિભાગનું પેપર દરેક વિષયના વિદ્યાર્થી માટે એક સરખું હોય છે. તેમ છતાં આ પેપરમાં ૯ જેટલી ભુલો સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા! TATનું પેપર 200 માર્કસનું તોય 11 કરતાં પણ વધુ ભૂલો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/tat-paper-200-marks-even-worse-than-11-errors/
via Best Gujarati News

0 Comments