સમયાંતરે તમારા જીવનને કરો સુપરચાર્જ
તંદુરસ્તી તમારા હાથમાં : વેદપ્રકાશ શાસ્ત્રી
એક શોધ મુજબ એવું કહેવાય છે કે આપણું મગજ સૌથી વધારે એ વખતે કામ કરે છે જ્યારે આપણું મગજ કોઇ સકારાત્મક કાર્ય કે વિચાર કરતું હોય. તેથી જ મનોવૈજ્ઞાનીક હંમેશા માણસને સકારાત્મક વિચાર કરવાની સલાહ આપતાં હોય છે. આપણી આસપાસ કેટલીયે એવી વસ્તુઓ છે કે જે આપણને સ્વસ્થ જીવન આપે છે. જરૂર માત્ર તેની શોધ કરવાની જ હોય છે. તેથી જ કોઇ કાર્ય જો તમે ખુશીથી કરશો તો તે કાર્યમાં વહેલી મોડી સફળતા અચુક તમને મળશે જ. અને આ સફળતાં જ તમને ખુશી સુધી પહોંચાડશે. આ તો થઇ મનની વાત, જો શરીરને તંદુરસ્ત રાખવું હોય તો તમારે તમારા જીવનને પણ સમયાંતરે સુપરચાર્જ કરતું રહેવું પડે છે. આ કાર્ય કઇ રીતે કરી શકાય છે તે નીચે મુજબ જાણીએ.
સ્વાસ્થ્યનું ચેકઅપ કરાવતાં રહો
ડોક્ટરનું કહેવું એવું છે કે વર્ષે એકવાર બોડી ચેકઅપ ખાસ કરાવવું જોઇએ. ગુજરાતીમાં એક કહેવત છે કે ચેતતો નર સદા સુખી. માટે ચેતીને ચાલવું જોઇએ અને સમયાંતરે બોડીચેકઅપ ચોક્કસ કરાવી લેવું. ઘણીવાર એવું બને કે તમને બીપી હોય, ડાયાબીટીસ હોય, હિમોગ્લોબીન ઓછું હોય, કોલેસ્ટ્રોલ આવતું હોય, થાઇરોઇડની તકલીફ હોય, કિડનીમાં પથરી હોય, લિવર કિડનીમાં કોઇ તકલીફ હોય આવી અનેક સમસ્યા થવાની શક્યતા ચાલીસની ઉંમર પછી રહેતી હોય છે. તેથી સમયાંતરે બોડી ચેકઅપ કરાવી લેશો તો આ સમસ્યા વધી જાય તે પહેલાં જ તમે તેને ડામી સકશો.
ના કહેતાં શીખો
ના કહેવાના ઘણાં ફાયદા છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણી પાસે ઓલરેડી ઘણું કામ હોય તેમ છતા આપણે બીજા કામની ના નથી કહી શકતાં અને પછી ઓવરબર્ડનની અસર આપણાં મન અને શરીર ઉપર થતી હોય છે. અને તેના કારણે બિમારે અને સ્ટ્રેસ આવી જતાં બીપીની તકલીફ ઘર કરી જતી હોય છે. તેથી તમારા હાથમાં રહેલા કામ અને સમય બધું અનુકૂળ હોય તો જ નવા કામ હાથમાં લેવા, નહી તો ના કહી દેવી. ગુજરાતીમાં ખાસ કહેવાય છે કે હા કરતાં ના ઉતાવળી. એકવાર ના પાડયા પછી તમે હા પાડી શકો છો, પણ એકવાર હા કહ્યાં પછી ના નથી કહી શકતાં.
તડકાનો આનંદ લો
શરીરને વિટામીન ડીની ખૂબ જરૂર હોય છે. તેથી સમયાંતરે શરીરને વિટામીન ડી મળે તે રીતે સૂર્ય પ્રકાશમાં ચોક્કસ કલાક કે અડધી કલાક બેસવું જોઇએ. અલબત્ત તમે ધોમધખતાં તડકામાં ન બેસો, તેનાથી ત્વચા ખરાબ થવાની તેમજ લૂ લાગવાની સંભાવતા છે, પણ સવારે તડકાની હજી શરુઆત જ થઇ હોય ત્યારે હળવા તડકામાં બેસી શરીરને તંદુરસ્ત રાખો. ગર્ભવતી મહીલાઓએ તો ખાસ વિટામીન ડી લેવા હળવા તડકામાં બેસવું જોઇએ.
ગળ્યું ખાવામાં માપ રાખો
આમ ગળ્યં ન ભાવતું હોય પણ બને એવું કે ઊંમર વધતાં જ અચાનક ગળી વસ્તુ ભાવવા લાગે છે. જેને કારણે અમુક ઊંમર બાદ ડાયાબીટીસની તકલીફ થવાના ચાન્સીસ વધી જતાં હોય છે. એક તો અત્યારના સમયે માણસની લાઇફસ્ટાઇલ એવી થઇ ગઇ છે, વળી ઘણાં કેસમાં એવું બનતું હોય છે કે વધું પડતી ચિંતાને કારણે કે મેદસ્વીતાને કારણે પણ ડાયાબીટીસ થઇ જતું હોય છે. તેથી બને ત્યાંસુધી અમુક ઊંમર બાદ ગળ્યુ ખાવામાં માપ રાખવું. અને જીવનશૈલી સુધારવી.
પાણી વધારે પીવો
પાણી પીવાથી અનેક રોગમાંથી મુક્તી મળી શકે છે. મતલબ કે જેટલું વધારે પાણી પીશો તેટલો જ પેટનો કચરો યુરીન વાટે તમારા શરીરમાંથી બહાર જશે. અને જેટલો પેટનો તેમજ શરીરનો કચરો બહાર જશે તેટલું જ તમારું શરીર તંદુરસ્ત રહેશે.
sanskar@sandesh.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.
The post સમયાંતરે તમારા જીવનને કરો સુપરચાર્જ appeared first on Sandesh.
from Sanskar – Sandesh http://sandesh.com/periodically-your-life-tax/
via Best Gujarati News
0 Comments