ગાંધીનગર સિરિયલ કિલરનું રહસ્ય વધુ ઘેરું બનતા લેવાયો મોટો નિર્ણય
ગાંધીનગરના સિરિયલ કિલરની ગૂંથ્થી હજી ગાંધીનગર પોલીસ માટે કોયડા સમાન બની રહી છે, ત્યારે ગાંધીનગરમાં સીરિયલ કિલર મામલે કેસની તપાસ હવે CID ક્રાઈમ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કેસનું રહસ્ય ઉકેલવા માટે CID ક્રાઇમમાં એક ADGP, 2 SP, 2 DySP અને 2 PIનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના સિરિયલ કિલરને લઇને 8 મહિના બાદ પણ SITની ટીમ કિલરને શોધી શકી નથી. અગાઉ પણ સિરિયલ કિલરનું પગેરું કોઇ આપે તેના માટે રૂપિયા 2 લાખનું ઈનામ જાહેર કરાયું હતું. પરંતુ તેમ છતાં કોઇ પગેરું મળ્યું નથી.
તમને જણાવી દઇએ કે, ગાંધીનગરનાં દંતાલી, કોબા અને શેરથા ગામમાં ત્રણ હત્યાઓને અંજામ આપનારા સિરિયલ કિલિંગના કેસમાં આઠ મહિના થયા છતાં હજી આરોપી પકડથી દૂર છે. ત્યારે આ કેસની તપાસ DGPએ CID ક્રાઈમને સોંપી દીધી છે.
અગાઉ સિરિયલ કિલરને પકડવા માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની આગેવાનીમાં 8 લોકોની SIT બનાવાઈ હતી. જેને 8 મહિનાનો સમય વીતવા છતાંપણ કંઇ હાથમાં આવ્યું નથી. જેથી DGPએ CID ક્રાઈમને તપાસ સોંપી જલ્દીથી જલ્દી કેસ ઉકેલવા જણાવ્યું છે. મહત્વનું છે કે CIDના વડા આશિષ ભાટિયા, એડિજીપી અજય તોમર , એસપી વીરેન્દ્રસિંહ યાદવ, રાજેશ ગઢિયા અને પીઆઈ જે.ડી પુરોહિત સહિતની ટીમો કેસની તપાસ કરશે.
શું હતો મામલો?
ગાંધીનગર જિલ્લામાં આતંક મચાવનાર સિરીયર કિલર ઓક્ટોબર મહિનામાં એક પછી એક એમ ત્રણ હત્યાઓ કરી હતી. આ ત્રણેય હત્યાઓ પણ એક સરખી મોડસ ઓપરન્ડીથી કરવામાં આવી હતી. આ કેસની ગંભીરતાને જોતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ એક સીટની રચના કરી તપાસ આદરી હતી.
પરંતુ કોઇ પગેરું મળ્યું નહોતું. પોલીસે ગાંધીનગરની હદમાં આવતા તમામ CCTV ફૂટેજ મેળવીને તપાસ કરી હતીકો પણ આમાં કોઇ જ કડી મળી નહોતી. પોલીસને હત્યા સ્થળેથી લોંગ કોટ અને ટોપી પહેરેલી એક વ્યક્તિની ઓળખ મળી હતી, જેના ફૂટેજ ઉપરથી એક સ્કેચ જાહેર કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગાંધીનગર સિરિયલ કિલરનું રહસ્ય વધુ ઘેરું બનતા લેવાયો મોટો નિર્ણય appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/sit-in-gandhinagar-serial-killer-case-to-cid-crime-branch/
via Best Gujarati News
0 Comments