અમિત શાહનાં ગૃહમંત્રી બનવાની ખુશીમાં આ ફિલ્મ ડાયરેક્ટરે એવું કહ્યું કે વિપક્ષને લાગશે મરચા
આ વખતે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે અને મોદીએ સિક્કો પાડી દીધો છે અને 300થી વધારે બેઠકો સાથે જીત હાંસલ કરી છે. ફરીવાર મોદી સરકાર સત્તામાં વાપસી કર્યાં બાદ મોદી સહિત 57 સભ્યોએ ગુરૂવારે શપથ ગ્રહણ કર્યાં. તો વળી બીજે જ દિવસે બધાને મંત્રીમંડળનાં ખાતા પણ સોંપવામાં આવી ગયા અને એમાં પુર્વ અધ્યક્ષ અમિત શાહને ગૃહ મંત્રીનું ખાતું સોંપવામાં આવ્યું છે.
#TukdeTukdeGangWalon #AwardWapsiGangWalon #TheKhanMarketGang Walon
मैं आ गया हूँ ! pic.twitter.com/lRxJXGkUUK— Ashoke Pandit (@ashokepandit) May 31, 2019
તો આ તરફ એક ફિલ્મ નિર્માતાને વધારે પડતી જ બજા આવી ગઈ. ફિલ્મ નિર્માતા અને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈઝનાં મુખ્ય સલાહકાર અશોક પંડિતે શુક્રવારે ટ્વિટ કરીને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. અશોક પંડિતે અમિત શાહનો એક ફોટો શેર કરીને ટ્વિટર પર લખ્યું કે, ટુકડે ટુકડે ગૈંગ, વાપસી ગૈંગ અને ખાન માર્કેટ ગૈંગ હું ફરીથી આવી ગયો છું.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર બોલિવૂડનાં હિરો હિરોઈન તેમજ ડાયરેક્ટરકોને મળવા માટે જતાં હોય છે. આ વખતની શપથવિધીમાં પણ કેટલાય બોલિવૂડ સ્ટાર હાજર રહ્યાં હતા. મોદી સરકારે આ વખતે પોતાની કેબિનેટમાં અમિત શાહને ગૃહમંત્રી અને નિર્મલા સીતારમણને નાણાંમંત્રીની જવાબદારી સોંપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમિત શાહનાં ગૃહમંત્રી બનવાની ખુશીમાં આ ફિલ્મ ડાયરેક્ટરે એવું કહ્યું કે વિપક્ષને લાગશે મરચા appeared first on Sandesh.
from Entertainment – Sandesh http://sandesh.com/ashoke-pandit-tweet-after-amit-shah-becoming-home-minister/
via Best Gujarati News
0 Comments