રાજસ્થાનથી દારૂ પકડવાના કેસમાં PI અને PSIની CID ક્રાઇમમાં બદલી, કેસ થાળે પાડવા ઘડાયો કારસો
પોલીસ વડા શિવાનંદ ઝાના માર્ગદર્શન હેઠળ કાર્યરત વિજિલન્સની ટીમે મંગળવારે રાજસ્થાનની હદમાંથી બે દારૂ ટ્રકો ખેંચી લાવ્યાના પ્રકરણમાં વિજિલન્સ અધિકારીઓના આક્ષેપની તપાસ તેમના જ અધિકારીને આપી હતી. તપાસના તરકટ બાદ વિજલન્સના પીઆઇ અને પીએસઆઇની સીઆઇડી ક્રાઇમમાં બદલી કરવામાં આવી છે.
જ્યારે સામાન્ય કિસ્સામાં ડીજી દ્વારા કડક પગલાં લઇ અધિકારીઓ સહિત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે ત્યારે આ કિસ્સામાં વિજિલન્સ હોવાથી ભીનું સંકેલી દેવામાં આવ્યું હોવાની ચર્ચા છે.
પહેલાં કસૂરવાર સામે પગલાં લેવાશે એમ જાહેરાત કરી હતી બાદમાં કોઇ પગલાં લેવાની જગ્યાએ બદલી કરી મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો.
મંગળવારે સ્ટેટ મોનિટરિંગ સેલે રાજસ્થાનના કોટડાથી દારૂની બે ટ્રક લઇ ગુજરાતની હદમાં આવી કેસ કરવાની કાર્યવાહી કરી રહ્યાં હતા. દરમિયાનમાં રાજસ્થાન પોલીસે તેમને રાજસ્થાનની હદમાં જ પકડી પાડયા હતા.
આ કેસમાં ડીવાયએસપી જ્યોતી પટેલે પ્રાથમિક તપાસ કરી હતી. વિજિલન્સે તપાસ કર્યા વગર જ દારૂ પકડી પાડયો અને રાજસ્થાનની હદમાંથી જ દારૂ પકડી કેસ દેખાડવાની લાયમાં કંઇ પણ સાંભળ્યા વગર કાર્યવાહી હાથ ધરી હતી.
પીઆઇ યુ.બી.રાવલને અને પીએસઆઇ તોરલ પટેલને સીઆઇડી ક્રાઇમમાં પરત મોકલી હજુ તપાસ ચાલી રહી હોવાનું રટણ કર્યું હતું. વિજિલન્સના અમુક અધિકારી ટુ વ્હીલર પર ફરતા હતા પણ છેલ્લા કેટલાક સમયથી તેઓ ફોર વ્હીલરમાં ફરી રહ્યા હોવાની પોલીસ ભવનમાં ચર્ચા ચાલી રહી છે.
તેમાં પણ મોટાભાગની એજન્સીઓ બીજાના વિસ્તારમાં ઘૂસી જઇ દારૂની ગાડીઓ ખેંચી દુશ્મનાવટ કાઢવા અમુક ચોક્કસ જગ્યા પર કેસો બતાવી ખોટા કેસો કરી સ્થાનિક અધિકારીને દુવિધામાં પણ મુકી દેતા હોવાના અનેક કિસ્સા ભુતકાળમાં બનેલા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post રાજસ્થાનથી દારૂ પકડવાના કેસમાં PI અને PSIની CID ક્રાઇમમાં બદલી, કેસ થાળે પાડવા ઘડાયો કારસો appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/rajasthan-liquor-seizure-in-the-case-of-pi-and-psi-have-been-transferred-to-cid-crime/
via Best Gujarati News
0 Comments