AMCના અધિકારીઓનું અચાનક હદય પરિવર્તન થઇ ગયું છે. શહેરના મણિનગરમાં કાંકરિયા લેક ફ્રન્ટના પરિસરમાં બે વર્ષ સુધી જલધારા વોટર પાર્ક બંધ રાખ્યા બાદ હવે ફરી ધમધમતો કરવાનું નક્કી કરી દીધું છે જેથી આજે મળેલી રિક્રિએશનલ કમિટીની બેઠકમાં જલધારા વોટર પાર્ક ભાડે આપી ફરી શરૂ કરવાની દરખાસ્તને મંજુર કરાઇ હતી.

ફરી જુના કોન્ટ્રાક્ટર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લિ.ને ૧૦૦ કરોડની કિંમતની જમીનમાં પથરાયેલા જલધારા વોટર પાર્કનું વાર્ષિક રૂ. ૨૮ લાખના ભાડે આપવાનું નક્કી કરાયું છે તો પ્રશ્ન એ છે કે, જો એ જ કોન્ટ્રાક્ટરને જલધારા વોટર પાર્ક આપવાનો હતો તો પછી બે વર્ષ સુધી બંધ કેમ રાખ્યો ? આ જલધારા વોટર પાર્કના પ્રોપર્ટી ટેક્સ વસૂલવા મુદ્દે કોઇ ચોખવટ કરાઇ નથી જેથી મ્યુનિ.ને કરોડો રૂપિયાનું નુકશાન જવાનો ભય છે. 

શહેરના કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં ૧૦,૧૯૪ ચો.મી. જમીનમાં જલધારા વોટર પાર્ક આવેલો છે જેની લીઝ ૧૫ વર્ષની હતી પણ ગત તા. ૧૭ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ તેની લીઝ પૂર્ણ થઇ ગઇ હતી તે વખતે આખો મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો જ્યારે મ્યુનિ.એ જલધારા વોટર પાર્કની લીઝ રદ કરવાનું નક્કી કર્યું હતુ અને અહીં અન્ય નઝરાણું ઉભુ કરાશે તેમ હાઇકોર્ટમાં કહ્યું હતુ પછી સમય સાથે મ્યુનિ.નો ઇરાદો પણ બદલાયો છે. હવે ફરી એ જ કોન્ટ્રાક્ટરને કામ આપવાનું નક્કી કરાયું છે તે ફરી જલધારા વોટર પાર્ક શરૂ કરશે અને તેના સંચાલનમાં વાર્ષિક રૂ.૨૮ લાખ ચૂકવશે.

પહેલા મ્યુનિ.એ જલધારા વોટર પાર્કનું સંચાલન સોંપ્યું હતુ તે વખતે વાર્ષિક રૂ.૧૮.૫૬ લાખ ભાડુ મળતુ હતુ પણ આ જગ્યાનો પ્રોપર્ટી ટેક્સ વસુલાતો ન હતો. એ વખતે વિવાદ થયો હતો કે, મ્યુનિ. જલધારા વોટર પાર્કનો પ્રોપર્ટી ટેક્સ કેમ વસુલતી નથી જો મ્યુનિ.એ આકરણી કરી હોત તો મ્યુનિ.ને ભાડા કરતાં વધુ તો પ્રોપર્ટી ટેક્સ લેવાનો નીકળતો હતો. જુના કરારમાં ટેક્સ માફીની કોઇ જોગવાઇ ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post જલધારા વોટર પાર્ક બે વર્ષ બંધ રહ્યા બાદ, હવે AMC અધિકારીઓનું હૃદય પરિવર્તન appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/after-two-years-of-jaldhara-water-park-now-the-heart-transformation-of-amc-officials/
via Best Gujarati News

0 Comments