રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાના તાબા હેઠળ ચાર માસ અગાઉ યોજાયેલી પોલીસ વેલફેર ફંડની મિટીંગમાં લેવાયેલા મહત્વના નિર્ણયોને મંજૂરી મળી ગઈ છે. જે મુજબ પોલીસ કર્મચારી અને તેમના પરિવારનું દર વર્ષ ફ્રી હેલ્થ ચેકઅપ થશે તેનો ડેટા ઈ ગુજકોપ પર અપલોડ કરવાની સુચના અપાઈ છે.

ગંભીર બિમારીનો ડેટા અલગથી તૈયાર કરવો અને જે અંગે કર્મચારીને તમામ સહાય મળે તે માટે અધિકારીએ માર્ગદર્શન કરવાનું રહેશે. પોલીસ કર્મચારીઓના સંતાન પુત્રીના લગ્નમાં રૂ.૫૦ હજાર અને પુત્રના લગ્નમાં રૂ.૩૦ હજારની લોન મંજૂર કરી છે. આ ઉપરાંત ચશ્મા, મોતીયાનું ઓપરેશન, મરણોતર સહાય અને વેલ્ફેર ફંડમાં માનદ સેવા આપતાં કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે.

કઈ કઈ સહાયમાં વધારો  

યોજના                         જૂની રકમ              નવી રકમ  

મંગળસૂત્ર લોન                 ૧૫,૦૦૦               પુત્રીને રૂ.૫૦૦૦૦

ચશ્મા સહાય                       ૨,૦૦૦                રૂ.૪૦૦૦

દાંતના ચોકઠા                     ૨૦૦૦                 રૂ.૪૦૦૦

મોતીયા ઓપરેશન લોન     રૂ.૫,૦૦૦               રૂ.૨૦,૦૦૦

મરણોતર સહાય                   ૫,૦૦૦               રૂ.૨૫,૦૦૦

વેલફેર કામગીરી વેતન       ૨૦૦થી રૂ.૫૦૦         રૂ.૧૦૦૦થી રૂ.૧૫૦૦

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પોલીસ અધિકારીઓને આનંદો! પુત્રીઓના લગ્નમાં 50 હજાર અને પુત્રને 30 હજાર મળશે appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/enjoy-the-police-officers-50000-for-the-daughters-wedding-and-30-thousand-for-the-son/
via Best Gujarati News

0 Comments