રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી ટર્મ માટે શપથ લેશે. તેને લઇને શાહી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ તમામ વાતો વચ્ચે દિવસના અંતે શેરબજારે પણ નરેન્દ્ર મોદીના રાજતિલકમાં ભાગીદારી નિભાવી છે. જેમાં મોદીના રાજતિલકને વધાવવા શેરબજારમાં જબ્બર ઉછાળો જોવા મળ્યો છે. જોકે આ એક સંયોગ છે. પણ બજારમાં મોદી સરકારની વાપસીની અસર જોવા મળી છે.

જેમાં આજે દિવસના અંતે શેરબજારમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +329.92 પોઇન્ટ વધીને 39,831.97 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +84.80 પોઈન્ટ વધીને 11,945.90 ની સપાટીએ બંધ થયું છે.

ઉલ્લેખનિય છે કે આજે શેરબજારની શરૂઆત નજીવા વધારા સાથે થઇ હતી. જેમાં શેરબજારમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 78.23 પોઇન્ટ વધીને 39,580.28 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 4.2 પોઈન્ટ વધીને 11,865.30 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો.

કયા શેરમાં રહી તેજી-મંદી?
આજે પ્રારંભિક વ્યવસાયમાં બજાજ ઓટો, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, ભારતી એરટેલ, ટીસીએસ, કોલ ઇન્ડિયા, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ગેઇલ, યુપીએલ, ઇન્ડસઇન્ડ બેન્ક, રિલાયન્સ, ટાટા મોટર્સ, વિપ્રો, બજાજ ફાઇનાન્સ અને બ્રિટાનિયા મજબૂતી સાથે ટ્રેડ થઇ રહ્યાં હતા.

બીજી બાજુ હિન્દાલ્કો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઓએનજીસી, વેદાંત, ગ્રાસિમ, સિપ્લા, સન ફાર્મા, એચડીએફસી, ભારતી ઇન્ફ્રાટેલ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પમાં મંદી જોવા મળી રહી હતા.

ગુરુવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં મજબૂતી જોવા મળી હતી. ગુરુવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 11 પૈસાની મજબૂતી સાથે રૂપિયો ખૂલ્યો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.72 ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.83 પર બંધ રહ્યો હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post વડાપ્રધાન મોદીના રાજતિલકને શેરબજારે વધાવ્યું, સેન્સેક્સમાં આવ્યો ઉછાળો appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-39831-and-nifty-11945/
via Best Gujarati News

0 Comments