વેપાર યુદ્ધ વચ્ચે ચીને ગુરૂવારે અમેરિકા પર જોરદાર હુમલો કર્યો છે. ચીને અમેરિકા પર ખુલ્લમ ખુલ્લો આર્થિક આતંકવાદ કરવાનો આરોપ લગાવ્યો છે. દુનિયાની બે મોટી આર્થિક વ્યવ્સથા વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. વેપાર માટે સમજુતી અને વાતચીત અટકીને પડી છે.

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જ મહિને ચીનની વસ્તુ પર આયાત ભાવમાં વધારો કર્યો છે. તો સાથે જ ચીનની દુરસંચાર ક્ષેત્રની દિગ્ગજ કંપની હુવાવેને પણ કાળી સુચિમાં નાખવામાં આવી છે. ચીનનાં ઉપ વિદેશમંત્રી ઝાંગ હનહુઈએ કહ્યું કે અમે વેપાર યુદ્ધની વિરુદ્ધ છીએ. પરંતુ અમે ડરતા પણ નથી. અમેરિકા આર્થિક આંતકવાદની એકદમ નિચલી કક્ષા પર ઉતરી આવ્યું છે. તેનો ઈરાદો બીજા દેશને આર્થિક દ્રષ્ટિએ ધમકાવવાનો છે.

એમણે આગળ કહ્યું કે, વેપાર યુદ્ધમાં કોઈ વિજેતા નથી થતા. અમેરિકાએ આયાત દર વધાર્યો તો ચીને પણ જવાબ આપવા માટે કડક પગલુ લીધુ છે. ઉલ્લેખનીય છે કે ટ્રેડ વોર વચ્ચે ચીને અમેરિકાને મોટો ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. ચીને એવો સંકેત આપ્યો કે ટૂંક સમયમાં જ અમેરિકામાં કરવામાં આવતો રેયર અર્થ મિનરનનો નિકાસ સીમિત કરી દેવામાં આવશે. જેના કારણે અમેરિકાનાં ઉદત્પાદન સેક્ટર પર મોટો ફટકો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post ચીનનો સણસણતો આરોપ, ‘આર્થિક આંતકવાદમાં અમેરિકાએ દેખાડી નગ્નતા’ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/trade-war-china-accuses-america-of-open-economic-terrorism/
via Best Gujarati News

0 Comments