મોદી સરકાર ફરી આવતા જ આ લોકોને મળી શકે છે 10 વર્ષ સુધી ટેક્સમાંથી છૂટ!
નાણા મંત્રાલય રીઅલ એસ્ટેટ કંપનીઓ માટે ભાડાના મકાનોથી મળેલ લાભ પર 10 વર્ષ સુધી ટેક્સમાંથી છૂટ આપવાની વિચારણા કરી શકે છે. આ દરખાસ્તને રોકાણ લાવવા અને અર્થતંત્રને ઝડપી બનાવવાના હેતુથી ધ્યાનમાં લેવાનું શક્ય છે. આ માહિતી આપતા નાણાં મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રાલય દેશના રોકાણ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે આ વ્યૂહરચના અપનાવી શકે છે.
નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની સાથે તાજેતરમાં થયેલ બેઠકમાં રીઅલ એસ્ટેટ કંપનીઓથી ક્ષેત્રની સામે પડકારોને પહોંચી વળવા માટેના ઉપાય સુચવવા કહેવામાં આવ્યું હતું. તેમના થી મકાન ભાડાના વેપાર મોડલ પર એક રિપોર્ટ આપવા પર કહેવામાં આવ્યું જેમાં ખર્ચ ઘટાડવાને દાવા તરીકે રાખવાની પરવાની આપવામાં આવશે. તેમજ લાભ પર 10 વર્ષ માટે કરમાંથી મુક્તિ આપવામાં આવશે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી, દેશમાં મૂડીરોકાણ વ્યવસાય જીડીપીના 36 ટકાથી ઘટીને 29 ટકા થયો છે અને નાણા મંત્રાલય માને છે કે આ ઘટાડાનું મુખ્ય કારણ એ રિયલ એસ્ટેટ સેક્ટરનું નરમ વલણ છે. મંત્રાલયે 2019-20ના બજેટની તૈયારી માટે ઉદ્યોગ મંડળો સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. જુલાઈમાં બજેટ રજૂ થવાની સંભાવના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post મોદી સરકાર ફરી આવતા જ આ લોકોને મળી શકે છે 10 વર્ષ સુધી ટેક્સમાંથી છૂટ! appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/finance-ministry-may-look-at-10-year-tax-holiday-on-rental-profits-earned-by-builders/
via Best Gujarati News
0 Comments