ટેલિકોમ કંપનીઓ નથી આપતી ડાઉનલોડ સ્પિડની ગેરંટી, જાણો શું છે કારણ
કન્ઝ્યુમર્સ ભલે ડેટાની ફાસ્ટ સ્પિડ અને બફરિંગથી છુટકારાની માંગ કરી રહ્યાં હોય, પરંતુ આ બાબતમાં તેઓને કોઈ નક્કર ખાતરી પ્રાપ્ત થાય તેમ નથી. પછી ભલે તેઓ તે માટે વધુ પૈસા ચુકવવા તૈયાર હોય તો પણ. સરકાર મોબાઇલ બ્રોડબેન્ડ માટે વર્તમાન નિયમો બદલવાની સ્થિતિમાં નથી. જેનાથી લઘુત્તમ 512 Kbps સ્પિડની શરત મુકવામાં આવી છે. દૂરસંચાર કંપનીઓ અને નિષ્ણાતો કહે છે કે ટેકનિકલી લઘુત્તમ ઝડપ નક્કી કરવી ભારત કે વિશ્વમાં અન્ય કોઈપણ દેશમાં તે શક્ય નથી.
સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યુએ જણાવ્યું હતું કે, “ભારતમાં અથવા વિશ્વભરમાં કોઈપણ નેટવર્ક ઓપરેટર મલ્ટિ-પોઇન્ટ મોબાઇલ નેટવર્કમાં કોઈપણ સમયે ન્યુનતમ ડાઉનલોડ ઝડપની બાંયધરી આપી શકતા નથી.” વોડાફોન-આઇડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જિઓ સહિતની ઘણી કંપનીઓ આ સંગઠનના સભ્યો છે.
રાજન મેથ્યુએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને જે વાસ્તવિક નેટવર્ક સ્પિડ મળે છે તે, કવરેજ, નેટવર્ક લોડ, વપરાશ, એપ્લિકેશન્સ અને ઉપકરણોમાં વપરાશકર્તા કયા સ્થાનનો ઉપયોગ કરે છે જેવી ઘણી વસ્તુઓ પર આધાર રાખે છે. ઓપનસિગ્નલ અને ઓકલા જેવી થર્ડ પાર્ટી સ્પિડ પરીક્ષણ એજન્સીઓ આ બાબતમાં ટેલિકોમ કંપનીઓના અભિપ્રાય સાથે સંમત છે. તેઓ કહે છે કે ડેટા સ્પિડની ખાતરી આપવી એ ભારત અને વિદેશમાં એક અઘરી બાબત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ટેલિકોમ કંપનીઓ નથી આપતી ડાઉનલોડ સ્પિડની ગેરંટી, જાણો શું છે કારણ appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/telecom-companies-dont-want-to-give-guarantee-for-downloading-speed/
via Best Gujarati News
0 Comments