આજે શેરબજારની શરૂઆત નજીવા વધારા સાથે થઇ છે. જેમાં શેરબજારમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 78.23 પોઇન્ટ વધીને 39,580.28 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 4.2 પોઈન્ટ વધીને 11,865.30 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો છે.

કયા શેરમાં રહી તેજી-મંદી?
આજે પ્રારંભિક વ્યવસાયમાં બજાજ ઓટો, બીપીસીએલ, પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, ભારતી એરટેલ, ટીસીએસ, કોલ ઇન્ડિયા, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ગેઇલ, યુપીએલ, ઇન્ડસઇન્ડ બેન્ક, રિલાયન્સ, ટાટા મોટર્સ, વિપ્રો, બજાજ ફાઇનાન્સ અને બ્રિટાનિયા મજબૂતી સાથે ટ્રેડ થઇ રહ્યાં છે.

બીજી બાજુ હિન્દાલ્કો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઓએનજીસી, વેદાંત, ગ્રાસિમ, સિપ્લા, સન ફાર્મા, એચડીએફસી, ભારતી ઇન્ફ્રાટેલ, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પમાં મંદી જોવા મળી રહી છે.

ગુરુવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં મજબૂતી જોવા મળી છે. ગુરુવારે ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 11 પૈસાની મજબૂતી સાથે રૂપિયો ખૂલ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.72 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.83 પર બંધ રહ્યો હતો.

ઉલ્લેખનિય છે કે ગઇકાલે દિવસના અંતે શેરબજારમાં કડાકો થયો હતો. જેમાં શેરબજારમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ −247.68 પોઇન્ટ ઘટીને 39,502.05 ની સપાટીએ માર્કેટ બંધ થયું હતુ. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −67.65 પોઈન્ટ ઘટીને 11,861.10 ની સપાટીએ બંધ થયું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરબજારમાં રિકવરી, સેન્સેક્સ 78 પોઇન્ટ વધ્યો અને નિફ્ટી 11,850 પર ટ્રેડ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/business-news-today-sensex-by-39580-and-nifty-11865/
via Best Gujarati News

0 Comments