વડાપ્રધાન મોદીની શપથવિધી પહેલા થયો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો
રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બીજી વખત શપથ લેશે. શપથવિધી પહેલા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે. જે એક સંજોગ છે. ઉલ્લેખનિય છે કે ચૂંટણીના પરિણામ બાદ સતત છ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો. પણ આજે પીએમ મોદી બીજી વખત વડાપ્રધાન પદના શપથ લેવા જઇ રહ્યાં છે તેવા માહોલમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે તે એક ખુશીના સમાચાર છે.
ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે. સતત 6 દિવસ ભાવ વધારા બાદ આજે ભાવમાં સ્થિરતા આવી છે. ગુરુવારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. દેશભરમાં દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના દરો લાગુ કરવામાં આવે છે.
પેટ્રોલમાં 6 પૈસા અને ડીઝલમાં 6-7 પૈસા ભાવ ઘટ્યો:
ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પ્રમાણે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવમાં ગુરુવારે 6 પૈસાનો ઘટાડો થયો છે. ઓએમસીએ દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં ડીઝલના ભાવમાં 6 પૈસા ઘટાડો કર્યો છે, જ્યારે ચેન્નઈમાં ડીઝલનો ભાવ 7 પૈસા ઘટાડ્યો છે.
પેટ્રોલ-ડીઝલની કિંમત કયા શહેરમાં કેટલી છે?
દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈમાં પેટ્રોલ માટે ગ્રાહકોએ અનુક્રમે 71.80 રૂપિયા, 77.41 રૂપિયા, 73.86 રૂપિયા અને 74.53 રૂપિયા ચૂકવવા પડશે. ચાર મહાનગરોમાં ડીઝલ માટે અનુક્રમે રૂ. 66.63, રૂ. 69.82, રૂ 68.39 અને રૂ. 70.43 ચૂકવવા પડશે.
ઉલ્લેખનિય છે કે ચૂંટણીના પરિણામ બાદ સતત છઠ્ઠા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો. 9 દિવસમાં પેટ્રોલ 83 પૈસા, ડીઝલમાં 13 પૈસાનો વધારો થયો હતો. ચૂંટણી દરમિયાન ભાવ વધારા પર મુકાયેલો અંકુશ ઉઠાવી લેવાયો હતો. પણ ચૂંટણીના પરિણામ બાદ ભાવ વધારો સતત થઇ રહ્યો હતો. એપ્રિલ – મેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ વધ્યા છે. ચૂંટણી હોવાથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ન હોતો થયો પણ હવે સતત ભાવ વધી રહ્યાં હતો. પણ આજે ભાવમાં ઘટાડો થતા લોકોએ રાહતના શ્વાસ લીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post વડાપ્રધાન મોદીની શપથવિધી પહેલા થયો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો appeared first on Sandesh.
from Business – Sandesh http://sandesh.com/petrol-diesel-prices-fall-in-india-on-30-may/
via Best Gujarati News
0 Comments