। મુંબઈ ।

શેરબજારમાં છેલ્લાં ત્રણ દિવસથી જોવાયેલી તેજીને બુધવારે બ્રેક લાગી હતી અને ૩૦મી મેએ ફ્યૂચર એન્ડ ઓપશન્સની મુદત પૂરી થવા પૂર્વે સેન્સેક્સ તથા નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા. બેન્ક, ઓટો અને મેટલ શેર્સમાં સૌથી વધુ ઘટાડો જોવાયો હતો. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૨૪૭.૬૮ પોઇન્ટ ઘટી ૩૯,૫૦૨.૦૫ અને નિફ્ટી ૬૭.૬૫ પોઇન્ટ ઘટી ૧૧,૮૬૧.૧૦ ઉપર બંધ થયા હતા. સેન્સેક્સમાં એસબીઆઈ ૩.૩૯, તાતા સ્ટીલ ૩.૦૨, તાતા મોટર્સ ૨.૫૭, આઇસીઆઇસીઆઇ બેન્ક ૨.૪૭ અને મારુતિ સુઝુકી ૨.૩૫ ટકા ઘટયા હતા જ્યારે નિફ્ટીમાં જેએસડબ્લ્યૂ સ્ટીલ ૪.૪૨, એસબીઆઈ ૩.૩૫, તાતા સ્ટીલ ૨.૮૭, ઝી એન્ટરટેઇનમેન્ટ ૨.૫૯, આઇસીઆઇસીઆઇ બેન્ક ૨.૫૮ ટકા ઘટયા હતા.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો વાર્ષિક ધોરણે નફો ૨૦ ટકા ઘટી રૂ.૮૪૯ કરોડ થયો હતો જે એક વર્ષ પૂર્વેના સમયગાળામાં રૂ.૧,૦૫૯ કરોડ હતો. પ્રમોટર ગ્રૂપની કંપની ભારતી ટેલિકોમે હોલ્ડિંગ ઘટાડીને ૪૧.૨૪ ટકા કરતા ભારતી એરટેલનો શેર ૨ ટકા ઘટયો હતો. વી ગાર્ડ ઇન્ડસ્ટ્રીઝે ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ.૫૯.૨ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ.૨૭.૬ કરોડ હતો.

કેડિલા હેલ્થકેરનો ચોખ્ખો સંગઠિત નફો ૨૨.૧ ટકા ઘટી રૂ.૪૬૦ કરોડ થયો હતો. કંપનીની આવક ૧૫.૩ ટકા વધી રૂ.૩,૭૭૧ કરોડ થઈ હતી. જોકે, શેરનો ભાવ રૂ.૫.૫૦ વધી રૂ.૨૬૩.૭૫ ઉપર બંધ થયો હતો. રાઇટસ્નો ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો ૭૦.૨ ટકા વધી રૂ.૧૩૨ કરોડ થયો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૭૭.૫ કરોડ હતો. ઇપ્કોએ માર્ચના ત્રિમાસિક ગાળામાં રૂ.૧૦૯.૫ કરોડનો નફો કર્યો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૫૧.૩ કરોડ હતો.

કંપનીની આવક ૬.૭ ટકા વધી રૂ.૮૩૪ કરોડ થઈ હતી.  જ્યુબિલીઅન્ટ લાઇફ સાયન્સિસનો શેર રૂ.૫૦૧.૧૦ થવા સાથે ૩૩ મહિનાને તળિયે પહોંચ્યો હતો. પીસી જ્વેલર્સનો શેર રૂ.૯.૪૦ ઘટી રૂ.૮૬.૩૫ ઉપર બંધ થયો હતો. માર્કસન્સ ફાર્માનો શેર એક તબક્કે ૪ ટકા વધ્યો હતો. કંપનીનો શેર રૂ.૦.૧૦ વધી રૂ.૨૪.૯૫ ઉપર બંધ થયો હતો.   ઇન્ડોકો રેમેડીઝનો ચોખ્ખો નફો ૪૩.૩ ટકા ઘટી રૂ.૧૧.૬ કરોડ થયો હતો. આવક રૂ.૨૫૨ કરોડ થઈ હતી. હેવેલ્સ ઈન્ડિયાનો ચોથા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો ૮.૪ ટકા ઘટી રૂ.૨૦૭ કરોડ થયો હતો. કંપનીની આવક ૮.૬ ટકા વધી રૂ.૨,૭૫૨ કરોડ થઈ હતી.

પ્રેસ્ટિજ એસ્ટેટ પ્રોજેક્ટ્સે ચોથા ત્રિમાસિક ગાળામાં સંગીન પરિણામ રજૂ કયંર્ હતું. કંપનીનો શેર બાવન સપ્તાહની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. શેરનો ભાવ રૂ.૧૬.૭૦ વધી રૂ.૩૦૨.૩૦ ઉપર બંધ થયો હતો.    માન ઇન્ડસ્ટ્રીઝનો શેર ૧૦ ટકાથી વધુ ઘટયો હતો. માર્ચના ત્રિમાસિક ગાળાના પ્રોત્સાહક પરિણામે હિંદુસ્તાન કોપરનો શેર એક તબક્કે ૩ ટકા વધ્યો હતો. પીએફએસનો ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂ.૨,૧૧૭.૬ કરોડ થયો હતો જે ગયા વર્ષે સમાન ગાળામાં રૂ.૨,૦૮૪.૪ કરોડ હતો. કંપનીની આવક ૪.૩ ટકા વધી રૂ.૭,૭૦૧ કરોડ થઈ હતી.

રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં ઘટાડાની શક્યતા 

વૈશ્વિક મોરચે વ્યાપારમાં મંદી અને સ્થાનિક દ્યોગિક કામગીરીમાં સુસ્તી વચ્ચે રિઝર્વ બેન્કની આગામી સપ્તાહે મળનારી મોનેટરી પોલિસીની બેઠકમાં રેપો રેટમાં ૦.૨૫ બેઝિસ પોઇન્ટના ઘટાડાની શક્યતા છે.

ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો  

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર ઘર્ષણ ઉગ્ર બનવાથી વૈશ્વિક વૃદ્ધિની ગતિ મંદ પડવાની દહેશતે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થયો હતો. ડબ્લ્યૂટીઆઈ ક્રૂડ તેલ જુલાઈ વાયદાનો ભાવ એક બેરલે ૬૧ સેન્ટ ઘટી ૫૮.૫૩ ડોલર અને બ્રેન્ટ ક્રૂડ જુલાઈ વાયદાનો ભાવ એક બેરલે ૪૫ સેન્ટ ઘટી ૬૯.૬૬ ડોલર થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શેરબજારમાં છેલ્લા ૩ સેશનથી જોવાયેલી તેજીને બ્રેક લાગી   appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/stock-market-last-3-session/
via Best Gujarati News

0 Comments