ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા લાવવાની વાતો વચ્ચે વાસ્તવિક્તા એ છે કે આજની તારીખે રાજ્યમાં માત્ર ૧૩ કોલેજો પાસે જ નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશનનું સર્ટિફિકેટ છે. બાકી ૧૬ સરકારી કોલેજ સહિત એક પણ કોલેજ પાસે એનબીએનું સર્ટિફિકેટ નથી. ૧૦ ટકા કોલેજો જ એનબીએનું સર્ટિફિકેટ ધરાવતી હોય ત્યારે શિક્ષણની ગુણવત્તાના માપદંડ જળવાતા હશે કે કેમ ? તે વિચારવા જેવો પ્રશ્ન છે.

રાજ્યમાં ઈજનેરીની ૧૪૧ કોલેજો છે. તે પૈકી ૧૩ કોલેજોમાંથી આણંદની જી.એચ.પટેલ પાસે ૨૦૧૮ સુધી, સુરતની સાર્વજનિક કોલેજ પાસે ૨૦૧૯ સુધી અને આણંદની બિરલા કોલેજ પાસે ૨૦૧૮ સુધીનું એનબીએ સર્ટિ છે. બાકીની કોલેજો પાસે માત્ર નેકનું સર્ટિફિકેટ છે. આ કોલેજોએ નવેસરથી અરજી કરી છે ટૂંક સમયમાં તેમને સર્ટિ મળી જશે.

એડમિશન સંભાળતી એસીપીસીએ જ તેની સાઈટ પર ૧૩ કોલેજો સર્ટિ ધરાવતી હોવાની યાદી ચડાવી છે. આ તમામ ખાનગી કોલેજો છે, એકેય સરકારી કોલેજ નથી. ખાનગી કોલેજો પાસે કદાચ સર્ટિફિકેટ ન હોય તે સમજી શકાય પરંતુ ૧૬ સરકારી કોલેજો પાસે પણ એનબીએનું સર્ટિફિકેટ નથી. એસીપીસીના સૂત્રોએ કહ્યું કે તમામ ૧૬ સરકારી કોલેજોએ એનબીએના સર્ટિફિકેટ માટે અરજી કરી દીધી છે. પરંતુ સર્ટિફિકેટ આવતા વર્ષે મળશે.

ટેકનિકલ શિક્ષણ કમિશનરે કહ્યું કે આજે જ એનબીએનું સર્ટિફિકેટ લેવા સંદર્ભે વર્કશોપ હતો. દેશમાં ૧૦ ટકાથી પણ ઓછી કોલેજો પાસે સર્ટિફિકેટ છે. યુજીસીએ ૨૦૨૨ સુધીમાં ૬૦ ટકા કોર્સ એક્રેડિટેડ કરાવવા કહ્યું છે. જેથી હાલ તુર્ત અમે એલ.ડી. ઈજનેરી કોલેજ, વિશ્વકર્મા ઈજનેરી કોલેજ અને રાજકોટ સરકારી ઈજનેરી કોલેજની અરજી કરાવી છે. ક્યા કોર્સ માટે ક્યારે અરજી કરવી તેનો એક્શન પ્લાન બનાવાયો છે. આગામી સમયમાં ટેકનિકલ કોલેજોમાં સર્ટિફિકેટ મળવાનું શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાજ્યમાં ઇજનેરીની માત્ર ૧૦ ટકા કોલેજો પાસે જ NBAનું સર્ટિફિકેટ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/in-the-state-only-the-engineering-only/
via Best Gujarati News

0 Comments