ફાયર સેફ્ટી મુદ્દે છેલ્લા પાંચ દિવસમાં તંત્રનો સપાટો, આટલી સ્કૂલોમાં તપાસ કરી નોટિસ ફટકારી
-
સરથાણા સ્થિત તક્ષશિલા આર્કેડમાં બનેલી આગ દુર્ઘટના બાદ સ્થાનિક શિક્ષણ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. છેલ્લા પાંચ દિવસથી શહેરની વિવિધ શાળાઓમાં ચાલી રહેલી તપાસમાં હમણાં સુધીમાં ૨૨૦ શાળાઓને આવરી લેવાની સાથે જ બેદરકાર ૨૩ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે, જેને પગલે શિક્ષણ જગતમાં ઉહાપોહ મચી
ગયો છે.
આગ દુર્ઘટના બાદ શિક્ષણાધિકારી કચેરી દ્ધારા સોમવારથી તપાસ શરૂ કરવામાં આવી હતી. કચેરી દ્ધારા ૩૫ સભ્યોની ૯ ટીમ બનાવીને વિવિધ વિસ્તારની શાળાઓમાં તપાસનો આદેશ કરાયો હતો. તજજ્ઞોની ટીમે સોમવારે ૪૦, મંગળવારે ૩૫, બુધવારે ૪૫, ગુરુવારે ૪૭ બાદ શુક્રવારે વધુ ૫૩ શાળાઓમાં તપાસ હાથ ધરી હતી.
આ સાથે જ શુક્રવારે વધુ ૧૩ શાળાઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ પૂર્વે શિક્ષણાધિકારી કચેરીએ ૯ શાળાને નોટિસ આપી હતી. આમ, હમણાં સુધીમાં કુલ ૨૨ શાળાઓને નોટિસ આપી છે. તજજ્ઞોની ટીમ દ્ધારા કરવામાં આવેલી તપાસામં ફાયરસેફ્ટીના ઉપકરણો, નબળું વાયરિંગ, સુરક્ષા સંબંધિત સવલતો જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેને આધારે રિપોર્ટ આપવામાં આવ્યો હતો. -
હવે ૨૩ શાળાઓને નોટીસ બાદ અન્ય રિપોર્ટની સ્ક્રૂટિનીને આધારે પગલાનો નિર્ણય લેવાશે. તેમજ નોટિસ બાદ સુનાવણી માટે શાળા સંચાલકો, આચાર્યોને બોલાવવામાં આવશે. તેમ છતાં શાળાઓ બેદરકારી દાખવે તો તેનો રિપોર્ટ શિક્ષણ બોર્ડને મોકલાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ફાયર સેફ્ટી મુદ્દે છેલ્લા પાંચ દિવસમાં તંત્રનો સપાટો, આટલી સ્કૂલોમાં તપાસ કરી નોટિસ ફટકારી appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/surat-in-220-schools-were-checked-in-the-last-five-days-on-fire-safety-issues-notice-to-23/
via Best Gujarati News
0 Comments