ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે, ત્યારે બીજી જૂને રવિવારે સવારે 11 વાગ્યે પાલડી સ્થિત પ્રદેશ કાર્યાલયે પ્રદેશ કારોબારી બેઠક બોલાવાઈ છે. જેમાં હારનું ઠીકરું ઈવીએમ ઉપર ફોડવા ઉપરાંત હવે આગળ શું કરવું તે મુદ્દે ગુફતેગો કરાશે.

બીજી તરફ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની બેઠક પહેલી જૂનને બદલે હવે બીજી જૂને જ બોલાવવાનું નક્કી થયું છે, જેમાં ફાયર સેફ્ટી સહિત અન્ય કયા મુદ્દે આગામી વિધાનસભા બજેટ સત્રમાં સરકારને ભીંસમાં મૂકી શકાય તે મુદ્દાઓ ઉપર મનોમંથન કરીને રણનીતિ ઘડાશે.

સૂત્રો કહે છે કે, આગામી રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો ઉપર નજર ઠેરવી છે, લોકસભાની ચૂંટણી વખતે પણ કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ કોંગ્રેસ પક્ષથી છેડો ફાડયો હતો, આ સ્થિતિમાં લૂલી પ્રદેશ નેતાગીરીએ પોતાનાથી શક્ય હોય એ રીતે ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસો શરૂ કર્યા છે.

બીજી તરફ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યો અને સંગઠનના મહત્વના આગેવાનોની સંયુક્ત બેઠક એટલે બોલાવાઈ છે કે, જો કોઈ આક્ષેપબાજી થાય તો તૂર્ત જ જે તે બાબતનો ખુલાસો થઈ શકે. બે દિવસ પહેલાં કો-ઓર્ડિનેશન કમિટીની મિટિંગ મળી હતી, જેમાં કોંગ્રેસ માટે અપેક્ષાથી વિપરિત આવેલાં પરિણામો ઉપર શંકા વ્યક્ત કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાજ્યસભાની ચૂંટણીને લઇને ભાજપની કોંગી MLA પર બાજ નજર, કોંગ્રેસ બરાબરનું ટેન્શનમાં appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/bjp-congress-mlas-take-at-rajya-sabha-elections-tension-in-congress/
via Best Gujarati News

0 Comments