ગીરના એશિયાઇ સિંહ કર્ણાટક અને આંધ્રને આપવા CMની મંજુરી, બદલામાં ગુજરાતને શું મળશે?
ગુજરાતમાંમાંથી વધુ બે સિંહની જોડી કર્ણાટક, આંધ્રપ્રદેશ મોકલવા મુખ્યમંત્રીએ શુક્રવારે નિર્ણય કર્યો હતો. 20 દિવસ પહેલા મુખ્યમંત્રીએ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાંથી એસિયાટિક સિંહોની જોડીઓને પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશને મોકલવાનો નિર્ણય કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તૈયાર થઈ રહેલા પાર્કમાં હિપોપોટેમસ, રિંછ, વ્હાઈટ બેંગાલ ટાઈગર જેવા પ્રાણીઓને રાખવાએનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ બીજા રાજ્યોમાં સિંહ આપવાની પ્રક્રિયા તેજ થઈ છે.
નાગરીકો વન્ય પ્રાણી અને પક્ષી સંપદાથી પરિચિત થાય તે ઉદ્દેશ્યથી આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત એનિલમ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ કર્ણાટકના મૈસુરના ચામરાજેન્દ્ર ઝુઓલોજિકલ ગાર્ડનને બે નર અને બે માદા સિંહની જોડી આપવામાં આવશે. જેની સામે મૈસુરથી જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને નર અને માદા એમ હિપોપોટેમસની એક જોડી, 1 નર બે માદા ગોર, બ્લેક સ્વાનની એક જોડી તેમજ એક રેડ નેક્ડ વોલબી જેવા વન્ય પ્રાણીઓ મળશે.
આધ્રપ્રદેશના તિરૃપતિ એસ.વી.ઝુઓલોજિકલ પાર્કને સક્કરબાગમાંથી એક જોડી સિંહ, ડોમિસાઈલ ક્રેન અને રોઝી પેલિકેનની એક એક જોડી, ઝિબ્રા ફિન્ચની બે જોડી, ર્બાકિંગ ડિઅરની 1 જોડી તેમજ થામીન ડિયરની એક જોડી, સ્પુનબિલની એક, ચિંકારાની બે જોડી આપશે જેની સામે જેકલની એક, સ્લોથ બેઅરની એક, ઈન્ડિયન ગોરની એક તેમજ એક નર બેંગાલ વ્હાઈટ ટાઈગરને ગુજરાતમાં લવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ગીરના એશિયાઇ સિંહ કર્ણાટક અને આંધ્રને આપવા CMની મંજુરી, બદલામાં ગુજરાતને શું મળશે? appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/gir-lion-will-go-to-karnataka-and-andhra-gujarat-got-white-tiger/
via Best Gujarati News
0 Comments