નવા HRD મંત્રી નિશંક પાસે બોગસ ડિગ્રી? નામની આગળ ડૉકટર લખવા પર ઉઠ્યા પ્રશ્ન
માનવ સંસાધન વિકાસ મંત્રાલય (MHRD)માં ડિગ્રી વિવાદ થોભવાનું નામ લેતું જ નથી. હવે નવા બનેલા માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક પણ કથિત ફેક ડિગ્રી વિવાદમાં પોતાને ઘેરાતા જોઇ શકે છે. નામની આગળ ડૉકટર લગાવાના તેમના શોખ એ તેમને શ્રીલંકા સ્થિત એક આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાંથી બે-બે માનદ ડૉકટરેટની પદવી પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કર્યા. જ્યારે આ યુનિવર્સિટી શ્રીલંકામાં રજીસ્ટર્ડ જ નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ સ્મૃતિ ઇરાની જ્યારે HRD મંત્રી બન્યા હતા ત્યારે તેમની ડિગ્રીને લઇ પણ વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.
વાાત એમ છે કે 90ના દાયકામાં કોલંબોની ઓપન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી એ રમેશ પોખરિયાલનિશંકને શિક્ષણમાં યોગદાન આપવા માટે એક ડી લીટ (Doctor of Literature)ની ડિગ્રી આપી દીધ. તેના થોડાંક વર્ષો બાદ તેમણે વધુ એક ડી લેટ ડિગ્રી એ યુનિવર્સિટીમાંથી મળી. આ વખતે વિજ્ઞાનમાં યોગદાન માટે તેમણે બીજી ડિગ્રી આપવામાં આવી.
ચોંકાવનારી વાત એ છે કે આ યુનિવર્સિટી શ્રીલંકામાં ના તો વિદેશી અને ના તો સ્થાનિક યુનિવર્સિટી રજીસ્ટર્ડ છે. શ્રીલંકાની યુનિવર્સિટી અનુદાન આયોગ એ તેની પુષ્ટિ પણ કરી. આ બાબત ગયા વર્ષે દેહરાદૂનમાં ફાઇલ થયેલ એક આરટીઆઈ પર તેમના બાયોડેટા અંગે અડધી-પરધી માહિતી આવી. એટલું જ નહીં સીવી અને પાસપોર્ટમાં અલગ-અલગ જન્મ તારીખ નોંધાવી છે. સીવીના મતે પોખરિયાલનો જન્મ 15મી ઓગસ્ટ 1959નો થયો, જ્યારે તેમના પાસપોર્ટમાં 15 જુલાઇ 1959 છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post નવા HRD મંત્રી નિશંક પાસે બોગસ ડિગ્રી? નામની આગળ ડૉકટર લખવા પર ઉઠ્યા પ્રશ્ન appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/hrd-minister-nishank-with-fake-degree/
via Best Gujarati News
0 Comments