અમેરિકાએ ભારતને મળેલ Generalized System of Preferences (GSP) ટ્રેડ પ્રોગ્રામ ખતમ કરી દીધો છે. જે પાંચ જૂનથી લાગૂ કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં આની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પે 4 માર્ચે આની જાહેરાત કરી હતી કે તે GSP કાર્યક્રમમાંથી ભારતને બહાર કરી નાખશેેે. ત્યારબાદ 60 દિવસનો નોટિસ પીરિયડ ચાલતો હતો જે હવે 3મેથી સમાપ્ત થઈ જશે. કોઈ પણ સમયે હવે માત્ર ઔપચારિક રીતે આની જાહેરાત થઈ જશે.

ટ્રમ્પનો આરોપ

અમેરિકી પ્રતિનિધિસભાના સ્પીકર નૈંસી પૈલોસીએ લખેલા એક પત્રમાં ટ્રમ્પે કહ્યુ હતુ કે ભારતે અમેરિકાને બાંહેધરી આપી નથી કે તે ભારતીય બજારોમાં ન્યાયસંગત તેમજ યોગ્ય પહોંચ પ્રદાન કરી શકશે. આ જ વાતને લઈને ભારત પાસેથી GSPનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે.

વેપારી ખાધ ઓછી કરવા માટેની કવાયત

આપને જણાવી દઈએ કે ટ્રમ્પ અમેરિકામાં વેપારી ખાધને ઓછી કરવા મથામણ કરી રહ્યા છે. આ જ ક્રમમાં ભારત પર અમેરિકી વસ્તુઓ પર ઉંચા દરથી શુલ્ક લગાવવાનો આરોપ લાગતો રહે છે. તેમણે અમેરિકી સંસદના નેતાઓને લખેલ એક પત્રમાં કહ્યુ કે હું આ પગલુ અમેરિકા અને ભારત સરકાર વચ્ચે ગંભીર વાતચીત પછી લઈ રહ્યો છું. વાતચીત પછી મને લાગી રહ્યુ છે કે ભારતે અમેરિકાને આ ભરોસો નથી આપ્યો કે અમેરિકા માટે પણ ભારતીય બજારમાં એટલીજ સુવિધા આપવામાં આવશે.

GSPથી ભારતને થાય છે આ લાભ

અમેરિકા દ્વારા બીજા દેશો સાથે વેપારમાં આપવામાં આવેલી છુટછાટની આ સૌથી જુની પદ્ધતિ છે. આનાથી જે દેશને GSPનો દરજ્જો મળે છે તે દેશોનો મોટી સંખ્યામાં સામાન કોઈ શુલ્ક વિના અમેરિકાને આપવાની છુટ મળે છે. ભારત 2017માં GSP હેઠળ સૌથી વધારે ફાયદો ઉઠાવનાર દેશમા મોખરે રહ્યો. વર્ષ 2017માં ભારતે આનાથી અમેરિકાને 5.7 અરબ ડૉલરની નિકાસ કરી હતી.

લાંબા સમય સુધી ચાલી વાતચીત

અમેરિકાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ કે છેલ્લા એક વર્ષથી ભારત સાથે આ પેચીદા મામલે વાતચીત થઈ હતી જો કે તેનો કોઈ ઉકેલ આવી શક્યો ન હતો. અંતે માર્ચમાં અમેરિકાએ આ જાહેરાત કરવી પડી કે ભારતને હવે GSP અંતર્ગત મળતા લાભોથી દૂર કરવામાં આવશે. જોવાનું એ છે કે મોદી સરકાર હવે આ નિર્ણય સામે કેવા પગલા ઉઠાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post અમેરિકાએ ભારત પાસેથી GSPનો દરજ્જો આંચકી લીધો, 5 જૂનથી થશે લાગૂ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/usa-ends-of-preferential-trade-status-for-india-under-gsp/
via Best Gujarati News

0 Comments