હવામાન વિભાગે કરી મોટી આગાહી, દેશના આ વિસ્તારોમાં પડશે ઓછો વરસાદ
ભારતીય હવામાન વિભાગનું અનુમાન છે કે આ વખતે ચોમાસું મધ્ય અને દક્ષિણ ભારતમાં સારું રહી શકે છે. હવામાન વિભાગના મતે અલનીનોની હાજરી અને ચોમાસું સામાન્ય રહેવાના સંકેતો બાદ પણ ઉત્તર ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડી શકે છે. જો કે મધ્ય અને દક્ષિણ ભારતમાં સારો વરસાદ પડવાની શકયતા છે. ઉત્તર ભારતની સાથે પૂર્વ ભારતમાં પણ ચોમાસું નબળું રહી શકે છે.
હવામાન વિભાગની તરફથી ચોમસાને લઇ બીજા અંદાજો પણ રજૂ કરાયા છે. હવામાન વિભાગના મતે અલ નીનોની ઉપસ્થિતિની અસર અડધા ચોમાસે દેખાશે. પરંતુ ત્યારબાદ સ્થિતિમાં સુધારો આવવાના સંકેત છે. વિભાગનું અનુમાન છે કે જુલાઇ મહિનામાં ચોમાસું 5 ટકા ઓછું રહી શકે છે. પરંતુ ઓગસ્ટમાં સ્થિતિ ઠીક હશે અને તે ઘટીને 1 ટકા સુધી ઓછી રહી શકે છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે જૂનથી સપ્ટેમ્બર સુધીમાં લૉન્ગ પીરિયડ એવરેજમાં મોનસૂન 96% સુધી રહી શકે છે. જો કે આ સામાન્ય રેન્જ (96 ટકાથી 104 ટકા)ની તુલનામાં ઓછો રહેશે. આઇએમડીના પ્રમુખ હવામાન પૂર્વાનુમાન વૈજ્ઞાનિક ડી.શિવાનંદ પાઇનું કહેવું છે કે અત્યાર સુધી એવું લાગી રહ્યું છે કે અલનીનોની હાજરીના લીધે મોનસૂન પર ખૂબ પ્રભાવ પડશે. આ નબળો અને સામાન્ય કરતાં ઓછો રહી શકે છે. અલ નીનોની અસર જેમ-જેમ ચોમાસાની સીઝન આગળ વધશે તેમ ઓછી થઇ જશે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન ખેતી સાથે જોડાયેલા લોકો માટે મોટી રાહત લઇને આવ્યા છે. આપણા દેશમાં આજે પણ મોટાભાગની ખેતી ચોમાસા પર જ નિર્ભર છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ છતાંય ખેત પેદાશો સારી જ રહી છે. પૂર્વાનુમાનની અસર પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદ લોન્ગ રેન્જમાં 91 ટકા સુધી રહી શકે છે. ઉત્તર પશ્ચિમી ભારત જેમાં આખું ઉત્તર ભારત જેમકે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સામેલ છે ત્યાં 94 ટકા સુધી વરસાદ પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post હવામાન વિભાગે કરી મોટી આગાહી, દેશના આ વિસ્તારોમાં પડશે ઓછો વરસાદ appeared first on Sandesh.
from India – Sandesh http://sandesh.com/imd-sticks-to-normal-monsoon-prediction-amid-weak-el-nino/
via Best Gujarati News
0 Comments