ચંદન ઘો અને મગર જેવી ગરોળીના જનનાંગો ઈન્દ્રજાળ, દુર્લભ સ્ટ્રોક શંખના જથ્થાનું પગેરૂ દેશના અનેક સ્થળો સુધી લંબાયું

રાજકોટઃ ગીરના જંગલમાં સિંહોની પજવણીમાં જંગલરાજ બાદ હવે સૌરાષ્ટ્રના દરિયામાં પણ અલભ્ય સમૂદ્રીજીવોના શિકારના કારનામાનો પર્દાફાશ થયો છે. જામનગર અને ભાવનગરમાંથી હાથાજોડી મોનીટર લીઝાર્ડ સહિતના અમૂલ્ય જીવોના જનનાંગો સાથે ૬ ધંધાર્થી ઝડપાયા બાદ આ સમગ્ર ઘટનાક્રમના મૂળમાં તપાસ થતા આ રેકેટ છેક આંદામાન સુધી વિસ્તરેલુ હોવાનું બહાર આવ્યું છે. અને તાંત્રિક વિધી માટે દરિયાઈ જીવોના અંગોનું દેશમાં અનેક સ્થળે વેચાણ થતું હોવાનું બહાર આવી રહ્યું છે.


જામનગર જંગલ ખાતાના મરીન વિભાગના મહિલા આસી. કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ રાધિકા પરસાણાએ જુદી જુદી ૪ ટીમો બનાવીને જામનગર શહેરમાં ધાર્મિક વસ્તુ ભંડારના ઓઠા હેઠળ પ્રતિબંધિત વસ્તુઓના થતાં વેચાણ ઉપર દરોડા પાડયા હતાં.

જેમાં હાથા જોડી, શીયાળ પીંડી, ઈન્દ્રજાળ, મોનીટર લીઝાર્ડ નામની મગર જેવી ગરોળીના પ્રજનન અવયવો, વન્ય પ્રાણીઓના નખ, શંખ, કોરલ, દુર્લભ સ્ટ્રોક શંખ, કળા, તાબેલા પાઈપ જેવી પ્રતિબંધિત વસ્તુઓનું વેંચાણ કરતાં યોગેશગીરી હરેશગીરી ગોસાઈ, હરેશગીરી ગોસાઈ, લક્ષ્મણગીરી ગોસ્વામી અને સુરેશગીરી ગોસ્વામીની ફોરેસ્ટ પોલીસે ધરપકડ કરી હતી.

તેની પુછપરછ કરતાં તેઓ આ વસ્તુઓ રૂા.ર૦૦ થી પ૦૦ સુધીના જુદા જુદા ભાવે વેંચાણ કરતાં હતાં. તેમજ આ વસ્તુઓ મોટા ભાગે લોકો તાંત્રિકવિધિમાં ઉપયોગ કરતાં હોવાનું જણાવ્યું હતું. હવે વિભાગે આંતરરાજ્ય ટોળકીની તપાસ હાથ ધરી છે.



આ વસ્તુઓ અંદામાન નિકોબારથી દક્ષિણ ભારતમાંથી થઈને તેમજ ગુજરાતમાં અન્ય જીલ્લાઓમાંથી વસ્તુઓ આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘરમાં ધન સંપતિ વધવાની લાલચ આપીને શિડયુલ્ડ -૧માં આવતી ઘો પ્રજાતીના હાથાજોડી (ગુપ્તાંગનો ભાગ) નું ગેરકાયદે વેચાણ કરતાં ભાવનગર વન વિભાગના હાથે ઝડપાયેલાં બે પરપ્રાંતિય શખ્સોએ પોતે ઘોનું મારણ કરી તેના અવશેષો કાઢી રૂ.૨૧૦૦થી રૂ.૩૦૦૦ સુધીમાં વેચતા હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતુ. છ માસથી પરપ્રાંતિય પરિવારની મહિલાઓ માળા, મણકા, કાંડા, દોરા, પારા જેવી અનેક વસ્તુઓ સાથે પાથરણા પાથરીને બેસતી હતી.

તેની સાથે શિડયુલ્ડ -૧માં આવતી ઘો પ્રજાતિના હાથાજોડી (ગુપ્તાંગનો ભાગ)નું ગેરકાયદેસર વેચાણ થતુ હતુ.
ચંદ્રમોહન કુલડ ચૌહાણ ( ઉ.૩૨, રહે, હાલખેડા, તા. મુક્તાનગર, જિ. જલગાવ મહારાષ્ટ્ર) તથા હિરાનજન લુભાઈ પવાર ( ઉ.૨૨, રહે, જગગાંવ, મહારાષ્ટ્ર, હાલ નારી ચોકડી, ભાવનગર) નામના બે શખ્સોને વનવિભાગે લીધા હતા. બન્ને વિરૂધ્ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ ૧૯૭૨ની કલમ ૨ (૧૧) (૧૬)(૩૧), ૯, ૩૨, ૪૪ (૧) (એ), ૪૪ ( ૨) હેઠળ શખસોને જેલ હવાલે કરાયા હતા. બન્ને શખ્સો આ પ્રજાતિના અવશેષો કયાંથી લાવતા હતા? અને કેટલા રૂપિયામાં વેચતા હતા? તે અંગે પ્રાથમિક પૂછપરછ કરતાં બન્ને શખ્સોએ કબૂલાત આપી હતી કે, તેઓ ભાવનગરની દરિયાઇ પટ્ટી પર રહેતી ઘોની વિવિધ પ્રજાતિની શોધખોળમાં રહેતા હતા અને તેનો શિકાર કરી તેમાંથી આ અવશેષો કાઢી લેતા હતા અને વેચાણ કરતા હતા.

બન્નેએ કબૂલાતમાં એમ પણ જણાવ્યું કે, હાથાજોડીની કિંમત ગ્રાહક અને તેની જરૂરિયાત જોઇ કહેવામાં આવતી હતી જેમાં સરેરાશ એક હાથાજોડીની કિંમત રૂ.૫,૦૦૦ કહેવામાં આવતી હતી.જો કે બાદમાં તે સરેરાશ રૂ.૨૧૦૦ થી રૂ.૩,૦૦૦ સુધીમાં આપી દેવામાં આવતા હતા.

હિપ્પોપોટેમસનું ચામડું હોવાનું કહી મોં માંગ્યા દામ લેતા હતા: વન વિભાગની તપાસમાં એવી બાબત પણ ખુલવા પામી છે કે, ઝડપાયેલાં આરોપીઓ હાથાજોેડીની સાથોસાથ તેના પર હિપ્પોપોટેમસનું ચામડું ચડાવવાનું કરી ગ્રાહકો પાસેથી મોં માંગ્યા નાણાં લેતા હતા. જોકે વન વિભાગ આરોપીઓના આ કહેણ સાથે સહમત નથી કારણ કે હિપ્પોપોટેમસ પ્રજાતિનો શિકાર અને મારણ બાદ તેનું ચામડું કાઢવું એ અશકય બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post તાંત્રિક વિધી માટે સૌરાષ્ટ્રમાંથી ચાલતા દેશવ્યાપી રેકેટનો પર્દાફાશ, સમુદ્રી જીવોનો થતો હતો વેપલો appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/saurashtra-from-andaman-countrywide-racquet-of-hunting-the-dogs-for-tantric-medicine/
via Best Gujarati News

0 Comments