સુરત પોલીસ ફરી ચર્ચામાં, આરોપીને ઢોર માર મારતા PI, PSI સહિત 5 સામે ગુનો દાખલ
રાજ્યની પોલીસ પર એકવાર ફરીથી ભીંસમાં મૂકાઇ છે. હાલ સુરતનાં ખડોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં ધરપકડ કરાયેલ એક આરોપીને પોલીસે ઢોર માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસના અસહ્ય મારના કારણે આરોપી બેભાન થઇ ગયો હતો. જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આરોપીને બેભાન હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ ઘટનામાં પોલીસ કમિશનરે ખડોદરા પોલીસ સ્ટેશનના PI અને PSI સહિત 5 સામે ગુનો નોંધ્યો છે અને તપાસના આદેશ આપ્યા છે. સાથે ખટોદરા PIની બદલી પણ કરવામાં આવી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શુક્રવારે સુરતના ખડોદરા પોલીસ સ્ટેશનમાં એક ચોરીના ગુનામાં ઘરપકડ કરાયેલ આરોપીને લાવવામાં આવ્યો હતો. પરંતુ અહીં પોલીસ સ્ટેશનમાં ચોરીના આરોપીને ઢોર માર મારતા આરોપીની તબિયત ખરાબ થઇ હતી, જેથી પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે તેને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આરોપીને શુક્રવારે બપોરે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવામાં આવ્યો હતો. અને ત્યાં તેની તબિયત વધુ લથડતા તેને મોડી સાંજે આરોપીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના સંદર્ભે એસીપી દેસાઈ દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે, આરોપી દર્દી સિવિલમાં છે. પરંતુ સંદેશ ન્યૂઝના સ્ટિંગમાં દર્દી આરોપી ખાનગી હોસ્પિટલમાં હોવાનું ખુલ્યું હતું.
આ ઘટનામાં મોટો હોબાળો ના થાય તેના માટે સુરત પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનના PI અને PSI સહિત અન્ય 5 સામે ગુનો નોંધાયો હતો. સાથે ખટોદરા PIની બદલી પણ કરવામાં આવી હતી. આ ઘટનાને લઇને સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ જણાવ્યું હતું કે, કોઈ પણ સંજોગોમાં કસૂરવારને છોડવામાં આવશે નહિ.
મહત્વનું છે કે તબીબોએ જણાવ્યું હતું કે, ઓમપ્રકાશ વિશે વધુ કોઈ હિસ્ટ્રી મળી નથી, તેને ખેંચ આવી હોવાનું પોલીસ તરફથી જણાવાયું હતું. ઓમપ્રકાશની હાલત નાજુક હોવાનું તબીબોએ કહ્યું હતું. આ કેસમાં પોલીસ તરફથી માહિતી છુપાવવાનો પ્રયાસ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ કેસમાં માહિતી મીડિયાથી છૂપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post સુરત પોલીસ ફરી ચર્ચામાં, આરોપીને ઢોર માર મારતા PI, PSI સહિત 5 સામે ગુનો દાખલ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/surat-khatodara-police-station-pi-psi-suspend-beating-doubtfuk-accuse/
via Best Gujarati News

0 Comments