DGP શિવાનંદ ઝા એ દારૂ-જુગારના અડ્ડાઓ નાબૂદ કરવા રાજ્ય અને જિલ્લાની એજન્સીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ સિવાય એલ.સી.બી. અને ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીને પણ રેડ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. DGP શિવાનંદ ઝાના આદેશ બાદ આજથી અમદાવાદના તમામ વિસ્તારોમાં ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. શિવાનંદ ઝાએ દારૂ-જુગારના અડ્ડાઓ નાબૂદ કરવા કડક શબ્દોમાં આદેશ આપવામાં આવ્યો છે.

DGP શિવાનંદ ઝા એ દારૂ-જુગારના અડ્ડાઓ નાબૂદ કરવા આદેશ આપ્યા બાદ રાજકોટ પોલીસ હરકતમાં આવી ગઇ છે. રાજકોટના કુખ્યાત કુબલિયાપરા બાદ કાર્યવાહી યથાવત રહી છે. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પણ પોલીસનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

DGPની રાજ્યલક્ષી મુહીમમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG, ગાંધીગ્રામ પોલીસનું સંયુક્ત ઓપરેશન રહેશે. તમને જણાવી દઇએ કે, રાજ્યભરમાં અનેક બંધ મકાનમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે.

મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી બાદ રાજ્ય સરકાર ફરી દારૂ-જુગારના અડ્ડાઓ પર રેડ કરશે. આજથી દારૂના અડ્ડા પર પોલીસ સપાટો બોલાવશે. આ ડ્રાઇવ 2 જૂનથી 10 જૂન સુધી ચાલશે. અત્રે ઉલ્લેખનીય છે કે દારૂ અને જુગારના અડ્ડાઓ બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સાથે જુગારીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post રાજ્યમાં એક અઠવાડિયા સુધી ચાલશે આ ખાસ ડ્રાઇવ, DGP શિવાનંદ ઝાએ આપ્યા આદેશ appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/dgp-shivananda-jha-deputy-general-police-ordered-to-mega-raid-on-liquor/
via Best Gujarati News

0 Comments