ચાઇનીઝ વાનગીમાં વપરાતો આજીનો મોટો…ફાયદાકારક છે?
હેલ્થ ન્યૂટ્રિશન । ડો. એસ. એચ. વીસાવડિયા
આજીનો મોટો ચાઈનીઝ વાનગીમાં ખૂબ વાપરવામાં આવે છે. તેને કારણે વાનગીમાં ખાસ પ્રકારનો સ્વાદ ઉમેરાય છે. લોકોને આ સ્વાદ વધુ ભાવે છે. તેનાથી વાનગી એકદમ તાજી લાગે છે.
આ આજીનો મોટો એટલે ‘મોનો સોડિયમ ગ્લુટામેટ.’ વાનગીમાં સ્વાદ વધારવા સહેજ પ્રમાણમાં આ પદાર્થ ઉમેરવામાં આવે છે.
૧૯૫૬ પછી આજીનો મોટો કાું. દ્વારા આથવણની પ્રક્રિયા વડે તેનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું. આ ઉત્પાદન કરતી કંપનીના નામ પરથી મોનો સોડિયમ ગ્લુટામેટને ‘આજીનો મોટો’ તેવું નામ આપવામાં આવ્યું. વાનગીમાં ખાસ પ્રકારનો સ્વાદ આવે છે તેનું કારણ તેમાં રહેલો ફ્રી ગ્લ્ટામિક એસિડને કારણે છે. એફ.ડી.એ. દ્વારા ૧૯૬૩માં આ પદાર્થને માન્યતા આપવામાં આવી. એમ.એસ.જી.ના ટૂંકા નામથી પણ આ મોનો સોડિયમ ગ્લુટામેટ ઓળખાય છે. તેમાં ૭૮ ટકા ફ્રી એલ. ગ્લ્ટામિક એસિડ અને ૨૨ ટકા સોડિયમ અને ૧ ટકો અશુદ્ધિરૂપે પદાર્થ આવેલા હોય છે.
આપણે ખોરાકમાં જે પ્રોટીનવાળો ખોરાક લઈએ છીએ, જેઓ ડેરી પ્રોડક્ટ, માછલી, માંસ અને ઘણાં શાકભાજી તથા કઠોળ વગેરેમાં એમિનો એસિડરૂપે ગ્લુટામેટ કુદરતી સ્વરૂપે રહેલો હોય છે. ગ્લુટામેટ આપણા શરીરમાં કાર્બોદિત ખોરાક તેમજ એમિનો એસિડની (પ્રોટીનની) ચયાપચયની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે. તે ઉપરાંત તે (ય્છમ્છ) ગામા એમિનો ન્યુટ્રિક એસિડ અને ગ્લુટેસિયોનના ઉત્પાદન પ્રક્રિયામાં પણ સંકળાયેલો છે. આ બંને પદાર્થો બાળકોના ચેતાતંત્રના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. આ પદાર્થ ચેતાતંત્રની ક્રિયાશીલતા માટે જરૂરી છે, પરંતુ તેનું વધુ પડતું પ્રમાણ હાઈપો થેલેમસની કામગીરીને અસર પહોંચાડે છે.
પ્રોસેસ ફૂડ તેમજ ડાયેટરી સપ્લિમેન્ટમાં મોનો સોડિયમ ગ્લુટામેટ જોવા મળે છે. કારણ કે પ્રોસેસિંગ ટેક્નિક જેવી કે હાઈડ્રોલાઇસિસ, ઓટોલાઇસિસ, એન્ઝાઈમોલાઇસિસ અને આથવણની પ્રક્રિયા દરમિયાન ફ્રી ગ્લુટામેક એસિડ ઉત્પન્ન થાય છે અને તેથી ઉત્પન્ન થતાં જે તે પદાર્થમાં તેની હાજરી જોવા મળે છે.
આપણી ખોરાક લેવાની પ્રક્રિયા હાઈપો થેલેમસ દ્વારા નિયંત્રિત થાય છે. જ્યારે આપણે એમ.એસ.જી.વાળો ખોરાક લઈએ છીએ ત્યારે મોંઢામાંથી અથવા ખોરાકમાંના પોષક દ્રવ્યો દ્વારા જ્યારે લોહીમાં ભળે છે ત્યારે આ મોનો સોડિયમ ગ્લુટામેટ, લોહી મારફતે મગજ સુધી પહોંચે છે અને મગજને કંઈક ટેસ્ટી વાનગી આરોગી રહ્યા છીએ તેવી લાગણી થાય છે. તે ઉપરાંત એમ.એસ.જી. ઇન્સ્યુલિન અને એડ્રિનાલીનનો સ્રાવ પણ કરે છે એને ચરબી જમા થવાની પ્રક્રિયામાં મદદ કરે છે તેમજ મગજનું સિરોટોનિન લેવલ ઘટાડે છે જેથી ખોરાક લેવાની પ્રબળ ઇચ્છા થાય છે. જેને કારણે વ્યક્તિને માથાનો દુખાવો, થાક, ચક્કર આવવા વગેરે થાય છે. ખોરાક ખાવાની ઇચ્છા વધવાથી મેદસ્વિતા ઉત્પન્ન થાય છે.
મોનો સોડિયમ ગ્લુકોમેટ શરીરમાંના ઝિંક તત્ત્વ સાથે સંયોજાઈને, શરીરમાં ઝિંક તત્ત્વની ઊણપ ઉત્પન્ન કરે છે. આ ઝિંક તત્ત્વ શરીરની ઘણી દેહધાર્મિક ક્રિયાઓ માટે જરૂરી છે. તે ડોપામિનના લેવલને નિયંત્રિત કરે છે. આ ડોપામિન વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવામાં તેમજ વાતને સાંભળીને તેનું અર્થઘટન કરવામાં જરૂરી છે અને આ ડોપામિનની ખામીથી ન્યુરોલોજિકલ પ્રશ્નો ઊભા થાય છે. લાંબા ગાળે ર્પાિકન્સન્સ ડિસીઝ જેવા રોગને ઉત્પન્ન કરે છે.
જ્યારે એમ.એસ.જી. લોહી મારફતે મગજને પહોંચે છે ત્યારે વ્યક્તિની વર્તણૂક ઉત્તેજિત બને છે. લાગણીમાં સંવાદિતા જળવાતી નથી. માનસિક એકાગ્રતા રહેતી નથી. ઘણી વખત વ્યક્તિ વધુ કાર્યશીલ બની જાય છે. એક જગ્યાએ શાંતિથી બેસી શકતો નથી. યુવાનો જ્યારે આ પ્રકારનો ખોરાક લે છે ત્યારે આવા લક્ષણો ધરાવે છે. ઉપર મુજબની અસર દરેક વ્યક્તિને થાય તેવું પણ નથી. જે લોકો આ પદાર્થ માટે સંવેદનશીલ હોય તેઓને આની તુરત જ અસર જોવા મળે છે. તે ઉપરાંત વ્યક્તિએ કેટલા પ્રમાણમાં એમ.એસ.જી. લીધેલ છે તેના ઉપર પણ આધાર રાખે છે. ઘણા લોકોને આની બિલકુલ અસર થતી નથી. જ્યારે અમુક વ્યક્તિને એક ગ્રામ કરતાં ઓછા પ્રમાણમાં લીધેલ હોય તો પણ પેટમાં દુખાવો, સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા, જીભમાં સોજો આવી જવો વગેરે લક્ષણો જોવા મળે છે. જોકે એફ.ડી.એ.ના જણાવ્યા મુજબ ૩ ગ્રામ જેટલો એમ.એસ.જી. સલામત છે, પરંતુ સંવેદનશીલ લોકોને જલદી અસર થઈ જાય છે.
૧૯૬૮માં એક રિપોર્ટ પ્રસિદ્ધ થયો તેમાં જણાવવામાં આવ્યું કે, આવી વાનગી આરોગવાથી વીસ મિનિટમાં અસર દેખાય છે અને તેને ‘ચાઈનીઝ રેસ્ટોરન્ટ સિન્ડ્રોમ’ એવું રોગનું નામ આપવામાં આવ્યું છે. આ અસર બે કલાકમાં મટી જાય છે. ન્યૂરો વૈજ્ઞાનિકોએ એમ.એસ.જી.ના ઉપયોગથી તથા ન્યૂરોલોજિકલ રોગ વિશે માહિતી આપી આરોગ્ય ખાતાને જાગૃત કર્યું. જો તમને આ તકલીફ વારંવાર થાય તો તમારે ડોક્ટર પાસે જઈને તપાસ કરાવવી જોઈએ અને એમ.એસ.જી.વાળી વાનગી ખાવાની બંધ કરવી જોઈએ. બીજી તંદુરસ્ત પદ્ધતિ દ્વારા પણ આપણે વાનગીને સ્વાદિષ્ટ બનાવી શકીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ચાઇનીઝ વાનગીમાં વપરાતો આજીનો મોટો…ફાયદાકારક છે? appeared first on Sandesh.
from Stree – Sandesh http://sandesh.com/what-is-the-advantage-aajinomoto-of-using-a-chinese-dish/
via Best Gujarati News
0 Comments