અંડર આર્મ્સમાં થતા પરસેવાની દુર્ગંધ દૂર કરવા શું કરવું?
બ્યુટી ક્વેરી :- ધારિકા જનસારી
ગરમીને કારણે સ્વાસ્થ્યથી લઇને ત્વચાને લગતી દરેક સમસ્યાઓ થતી રહે છે. એવામાં તમને ગરમીને કારણે અતિશય પરસેવો થતો હોય છે. પરસેવાના કારણે અંડરઆર્મ્સમાંથી દુર્ગંધ આવવા લાગે છે. જેને કારણે અન્ય લોકોની સામે ઘણી વખત શરમ અનુભવવી પડે છે. તો આજે અમે કેટલાક સહેલા ઉપાય લઇને આવ્યા છીએ.
પ્રશ્ન- મારી ઉંમર ૧૪ વર્ષ છે. અને મારા ચહેરા પર ખીલ થાય છે. જેના કારણે ચહેરો ખરાબ લાગે છે. તેને દૂર કરવા ઘણાં ઉપચાર કર્યા, પણ કોઈ ફેર પડતો નથી. આ માટે કોઈ ઘરેલુ ઉપચાર જણાવશો. મારી સ્કિન ઓઈલી અને શ્યામ છે.
જવાબ- તમારી ઉંમર જણાવ્યા મુજબ તમે હવે યુવાનીમાં પ્રવેશ કરી રહ્યા છો એવું કહી શકાય અને આ ઉંમરમાં સામાન્ય રીતે દરેક યુવક-યુવતીને ખીલની સમસ્યા થતી હોય છે. હોર્મોન્સ ચેન્જિસના કારણે પણ ચહેરા પર ખીલ તેમજ ઝીણી ઝીણી ફોલ્લી થવાની સમસ્યા સતાવે છે. ખાસ કરીને તમારી સ્કિન ઓઈલી છે તો તમારે ખાવાપીવામાં ધ્યાન રાખવું જોઈએ. અને ફાસ્ટફૂડ જેવાં ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું જોઈએ. ફ્રૂટ અને લીલા શાકભાજી ખાવા જોઈએ. જેથી ચહેરા પર નિખાર આવશે. સીઝન પ્રમાણે મળતાં ફ્રૂટનો જ્યૂસ પીવો. સાથે મુલતાની માટી ખીલ માટે સારો ઉપચાર છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે. જે ત્વચાના છિદ્રો ખોલે છે, અને ખીલને દૂર કરવાનું કામ કરે છે. મુલતાની માટીમાં ગુલાબજળ મેળવો અને આ પેસ્ટને ખીલ પર લગાવો. ૧૦ મિનિટ લગાવ્યા બાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ નાખો. અઠવાડિયામાં ૨થી ૩ વાર આ પ્રયોગ કરવો. ચપટી હળદર પાઉડર લઈ તેમાં થોડું ગુલાબજળ અને કડવા લિમડાના પાનને પીસીને મિક્સ કરી પેસ્ટ ચહેરા પર લગાવો. આ રીત અજમાવવાથી પણ ફાયદો થશે.
પ્રશ્ન- મારા અંડર આર્મ્સમાં બહુ પરસેવો થાય છે અને તે પરસેવાના કારણે મને કોઈની પાસે જતાં પણ શરમ આવે છે, કેમ કે તેમાંથી વાસ આવવા લાગે છે. તો તેના માટે કોઈ ઘરેલુ ઉપચાર જણાવશો.
જવાબ- પરસેવો નીકળવો આપણાં શરીર માટે સારી વાત છે, પરંતુ તે પરસેવાથી આવતી દુર્ગંધ આપણને શરમાવતી હોય છે. તે ત્વચામાં રહેલા જીવાણુઓને પેદા કરવાનું કામ કરે છે. તેને દૂર કરવા માટે બટાકાનો ઉપયોગ કરવો. બટાકો પરસેવાને ઓછું કરવાનું કામ કરે છે. એક બટાકંુ લઇ તેની પાતળી સ્લાઈઝ કરી તેને સીધા જ અંડર આર્મ્સ પર ઘસો. દસ મિનિટ ઘસ્યા બાદ સ્વચ્છ પાણીથી સાફ કરી લો, ત્યાર બાદ ડિઓનો ઉપયોગ કરો. આ પ્રકારે તમે દિવસમાં ૧-૨ વાર કરી શકો છો. જે તમારી પરસેવાની દુર્ગંધને દૂર કરવાનું કામ કરશે. બટાકા સિવાય તમે લીંબુનો પણ આ જ રીતે ઉપયોગ કરી ઔશકો છો.
dbjansari@gmail.com
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અંડર આર્મ્સમાં થતા પરસેવાની દુર્ગંધ દૂર કરવા શું કરવું? appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/under-the-arms-in-the-sweater/
via Best Gujarati News
0 Comments