ઉનાળામાં ત્વચાને સુંદર કઇ રીતે રાખશો? જાણો વિગતે
મેકઓવર : શહનાઝ હુસૈન
ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. અત્યારે ખાસ પરસેવો તો નથી થતો તેમ છતાં તડકો અને પ્રદૂષણના કારણે ત્વચા ડલ પડવા માંડે છે. ત્વચાની કાળજી જો તમે આ સીઝનની શરૂઆતથી જ લેશો તો આગળ જતાં ખરા તડકાના કારણે ડલનેસ કે ખીલની સમસ્યા નહીં સતાવે. વળી ઉનાળાની શરૂઆતમાં ત્વચા શ્યામ પડી જવાની તેમજ ખીલ કે ઝીણી ઝીણી ફોલ્લી થાય અને તેમાં ચળ આવે વગેરે સમસ્યા ઘણી બધી મહિલાઓને સતાવતી હોય છે. આનું એક કારણ પાણીનો અભાવ અને ત્વચા પ્રત્યે બેદરકારી પણ છે. માટે ત્વચાને સુંદર અને તંદુરસ્ત રાખવા માટે કોઇ ખાસ સમયની વાટ જોવા કરતાં સીઝનની શરૂઆતથી જ સજાગ થઇ જવું અત્યંત જરૂરી છે. આ માટે શું કરવું તે વિશે વિગતે ચર્ચા કરી.
ત્વચા ઉપર લાગેલી ધૂળ, પ્રદૂષણ અને સૂર્ય પ્રકાશને કારણે જે ડલનેસ આવી ગઇ હોય, ત્વચાના છિદ્રોમાં કચરો જમા થયો હોય તેને સાફ કરવા માટે તમે પપૈયા અને કાકડીને ક્રશ કરીને દહીંમાં નાંખી મિક્સ કરીને આ પેસ્ટને રોજ ફેસ પર લગાવી વીસ મિનિટ બાદ ઠંડા પાણી વડે ધોઇ લેવું આમ કરવાથી ત્વચા તરોતાજા રહેશે અને તેની અંદરનો કચરો દૂર થઇને તે ગ્લો કરશે.
જો તમારા ચહેરાને કાંતીમય અને રૂપાળો બનાવવા માટે દૂધમાં બે ચમચી મધ અને ગુલાબજળ મિક્સ કરી રોજ તેને ચહેરા ઉપર લગાવી પાંચ મિનિટ મસાજ કરી ધોઇ નાખવાથી ત્વચાનો વાન ઉઘડે છે.
ત્વચા ઉપર ઝીણી ઝીણી ફોલ્લી થતી હોય અને તેમાં ખંજવાળ આવતી હોય તો મેથીને આગલી રાતે પલાળી તેને ક્રશ કરી તેની અંદર એલોવેરાનું પલ્પ અને કડવા લીમડાના પાનને ક્રશ કરીને મિક્સ કરી ચહેરા ઉપર લગાવવાથી ચહેરા ઉપર થયેલી ફોલ્લી દૂર થાય છે. તેમજ ખીલની સમસ્યા સતાવતી હોય તો તેમાંથી પણ રાહત મળે છે. મેથી અને લીમડો એન્ટિ બેક્ટેરિયાનું કામ કરતાં હોવાથી ત્વચા ઉપર લાગેલું ઇન્ફેક્શન આના વડે દૂર થઇ જશે.
ઉનાળા દરમિયાન ખીલની સમસ્યાથી તંગ રહેતાં હોવ તો તેના માટેનો શ્રેષ્ઠ ઘરેલુ ઉપાય લીમડો છે. લીમડાના પાનને એક તપેલીમાં પાણી ભરીને સરખા ઉકાળો, આ પાણીને આખી રાત રાખી બીજે દિવસે સવારે તે પાણી વડે મોઠું ધોવો. આ ઉપાય આખો ઉનાળો અજમાવશો તો તમને ઉનાળામાં ખીલની સમસ્યા સહેજપણ નહીં સતાવે.
ઉનાળા દરમિયાન ત્વચા ઉપર પરસેવો ખૂબ થતો હોય છે. અને આ કારણે જ મોટાભાગની તકલીફ થાય છે. ખાસ તો છિદ્રોમાં ધૂળ જમા થવી, ખીલ થવા જેવી અનેક સમસ્યા સતાવે છે. તમામ સમસ્યા પાછળનું મુખ્ય કારણ પરસેવો છે, પરસેવાને થતો અટકાવવા રોજ મુલતાની માટીમાં રોઝ વોટર મિક્સ કરી આ પેકને ચહેરા ઉપર લગાવવાથી પરસેવો વધારે પ્રમાણમાં નથી થતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post ઉનાળામાં ત્વચાને સુંદર કઇ રીતે રાખશો? જાણો વિગતે appeared first on Sandesh.
from Nari – Sandesh http://sandesh.com/how-to-keep-the-skin-beautiful-in-summer-learn/
via Best Gujarati News
0 Comments