આ કંપનીએ મહિલા કર્મચારીઓ માટે મૂકી ગજબની ઓફર, જો સ્કર્ટ પહેરીને ઓફિસ આવશે તો…
રશિયાની એક કંપની પોતાની મહિલા કર્મચારીઓ માટે લીધેલા એક નિર્ણયના કારણે દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે. એલ્યુમિનિયમ પ્રોડક્ટ બનાવતી ટૈટપ્રોફ કંપનીએ મહિલા કર્મચારીઓને સ્કર્ટ પહેરવા અને મેકઅપ કરીને ઓફિસ આવવા પર 105 રૂપિયા દરરોજ વધુ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના પર કામ પણ શરૂ કરી દીધું છે.
વર્ક-પ્લેસ પર માહોલમાં સકારાત્મકતા અને જીવંતતા લાવવા માટે કંપનીએ એક મહિનાનો આ ખાસ કાર્યક્રમ ચલાવ્યો છે. આ ક્રમમાં સ્કર્ટ પહેરવા પર ઓફિસ આવનાર મહિલાઓને કંપનીની તરફથી પુરસ્કાર તરીકે પૈસા અપાશે. કંપનીના આ નિર્ણય પર રૂસમાં લોકોની મિશ્ર પ્રતિક્રિયા છે.
જો કે જ્યાં કેટલાંક લોકોનો કંપનીના આ નિર્ણય પર સકારાત્મક અભિગમ છે તો કેટલાંક લોકો આની ટીકા કરી રહ્યાં છે. આ નિર્ણયને ડાર્ક એઝ સુદ્ધા કહેવાય છે. જ્યારે કંપનીની દલીદ છે કે મહિલાઓ તેનાથી જાગૃત થશે અને ઓફિસમાં સહજ થઇને કામ કરી શકશે. કંપનીનો દાવો છે કે તેનાથી તેમના પ્રદર્શનમાં પણ સુધારો થશે.
કંપનીની તરફથી આ કાર્યક્રમને લઇ કહ્યું છે કે મોટાભાગની મહિલાઓ ટ્રાઉઝર પહેરે છે. આથી અમે ઇચ્છીએ છીએ કે કાર્યક્રમ દ્વારા એક જાગૃતતા લાવે અને તે પોતાના નારીત્વને મહેસૂસ કરી શકે. ગરમીમાં સ્કર્ટ વધુ આરામદાયક હોય છે.
કંપનીનો આ ખાસ કાર્યક્રમ 27મી મેથી શરૂ થઇ ચૂકયો છે જે 30મી જૂન સુધી ચાલશે અને પૈસા માત્ર એ મહિલા કર્મચારીઓને મળશે જે સ્કર્ટ અને મેકઅપની સાથે પોતાની તસવીરો કંપનીને મોકલશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post આ કંપનીએ મહિલા કર્મચારીઓ માટે મૂકી ગજબની ઓફર, જો સ્કર્ટ પહેરીને ઓફિસ આવશે તો… appeared first on Sandesh.
from World – Sandesh http://sandesh.com/russian-company-is-offering-women-extra-pay-to-wear-skirts-or-dresses-to-work/
via Best Gujarati News
0 Comments