જો તમે પાંચ વર્ષથી ઓછા સમયમાં નોકરી છોડો છો, તો તમારે પી.એફ.ના ઉપાડ પર ટેક્સ ચૂકવવો પડશે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)નાકાયદામાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, ઇપીએફઓના નિયમો પ્રમાણે આ નિયમ કેટલાક લોકો માટે લાગુ થશે નહીં. ઇપીએફઓ કહે છે કે પાંચ વર્ષ રોજગાર પૂરું થતાં પહેલાં, લોકો પૈસા પાછા ખેંચી લે છે, જેના કારણે આ પ્રકારનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે 80સી હેઠળ ટેક્સ છૂટ મળે છે. કર્મચારીના પગારમાંથી જે પૈસા ઈપીએફઓમાં જમા થાય છે, તેના પર ઇન્કમ ટેક્સ સેક્શન 80સી હેઠળ છૂટ મળે છે. આ સિવાય તમારી કંપની પણ 12 ટકા પૈસા ઉમેરે તેના પર અને પીએફમાં જમા થયેલા પૈસાના વ્યાજ પર પણ કોઈ પ્રકારનો ટેક્સ નથી લાગતો.

જેમાં કેટલાક લોકો ભૂલ કરે છે. પાંચ વર્ષ પહેલા પૈસા નિકાળવાની કેટલાક લોકો ભૂલ કરે છે. માની લો કે, તમે પાંચ વર્ષની અંદર બે સંસ્થાઓમાં નોકરી કરી અને પહેલી સંસ્થામાંથી નીકળ્યા બાદ તૂરંત પૈસા નિકાળી લીધા તો, તેના પર ટેક્સ આપવો પડશે. ઈપીએફઓએ કેટલાક લોકો માટે ટેક્સ વગર પૈસા ઉપાડવાની છૂટ આપી છે.

જેમકે જો કોઈ કર્મચારી પાંચ વર્ષ સુધી સળંગ કામ કરતો હોય અને તે પાંચ વર્ષ પહેલા નોકરીમાં સ્વાસ્થ્યના કારણથી કે કંપની બંધ થવાથી અથવા એવા કારણે જે કર્મચારીના વશમાં ના હોય તેને છૂટ મળે છે. મહિલાઓને છૂટ મળશે. નોકરી છોડનારી મહિલાઓને પીએફના પૈસા નિકાળવામાં છૂટ મળશે. એવું જોવામાં આવે છે કે, મહિલાઓ મા બન્યા બાદ બાળકની દેખભાળ માટે લાંબા સમય માટે નોકરી નથી કરતી. એવા સમયમાં કોઈ મહિલા પીએફ ખાતામાંથી પૈસા નીકાળે છે તો પણ તેને વ્યાજ મળતું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post પાંચ વર્ષથી પહેલા છોડી નોકરી, તો પીએફ ઉપાડ પર લાગશે ટેક્સ appeared first on Sandesh.



from Business – Sandesh http://sandesh.com/if-left-job-before-five-years-than-tax-would-be-lieved-on-pf-withdrawal/
via Best Gujarati News

0 Comments