કોંગ્રેસની સોશિયલ મીડિયા વિંગના પ્રમુખ દિવ્ય સ્પંદનાને લાગે છે કે ટ્વિટર છોડી દીધું છે. તેમના ટ્વિટર એકાઉન્ટ પર કોઇ ટ્વિટ દેખાતી નથી અને બાદમાં તેમને ટ્વિટર બૉયોથી સોશિયલ મીડિયા પ્રમુખનો પરિચય પણ ગાયબ થઇ ગયો. જો કે બાદમાં તો તેમનું એકાઉન્ટ જ ટ્વિટર પર દેખાવાનું બંધ થઇ ગયું. હાલ એ સ્પષ્ટ થયું નથી કે તેઓ હજુ પણ કોંગ્રેસ સોશિયલ મીડિયા ટીમનો હિસ્સો છે કે નહીં.

આ અંગે કોંગ્રેસ પાર્ટીની તરફથી કોઇ સત્તાવાર પુષ્ટિ કરાઇ નથી અને ના તો સ્પંદનાની તરફથી આ સંબંધમાં કોઇ નિવેદન રજૂ કરાયું નથી. સૂત્રોના હવાલેથી જાણવા મળ્યું છે કે સ્પંદના હવે ટીમનો હિસ્સો નથી. પરંતુ જ્યારે એએનઆઇ ન્યૂઝ એજન્સીએ તેનો સંપર્ક કર્યો તો તેમને આ માહિતીને નકારી દીધી અને કહ્યું કે તમારા સૂત્રો ખોટા છે.

તો કોંગ્રેસના મીડિયા વિભાગે સ્પંદનાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરવાના સંબંધમાં કોઇપણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. સ્પંદનાને કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા પર મોટી ઉપસ્થિતિ નોંધવાનો શ્રેય આપ્યો છે. કારણ કે ભાજપ ઓનલાઇન મંચો પર મજબૂત છે અને કોંગ્રેસને સોશિયલ મીડિયા પર મજબૂતીથી ઉભું કરવા માટે સ્પંદનાનું યોગદાન મનાય છે.

લોકસભા ચૂંટણી 2019મા મળેલી કારમી હાર બાદ કોંગ્રેસમાં વિચાર-વિમર્શનો દોર ચાલી રહ્યો છે. આ ચૂંટણી હાર બાદ કોંગ્રેસે ટીવી પર થનાર ચર્ચામાં પોતાના પ્રવકતાઓને એક મહિના સુધી નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post દિવ્યા સ્પંદનાનું ટ્વિટર એકાઉન્ટ Delete, શું કોંગ્રેસે સોશિયલ મીડિયાના હેડને જ હટાવી દીધા? appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/divya-spandana-tweets-deleted-has-she-left-congress-social-media/
via Best Gujarati News

0 Comments