લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ Whatsapp સતત વપરાશકર્તાઓને વધુ સારો ચેટિંગ અનુભવ આપવા અને નવી સુવિધાઓ લાવવામાં ફેરફારો કરે છે. હવે Whatsapp આલ્બમ લેઆઉટ અને ઓડિઓ ફોર્મેટમાં ફેરફાર જેવી સુવિધાઓ એપ્લિકેશન્સમાં લાવશે. સાથે જ હવે Whatsapp આ સુવિધાને બંધ કરી શકે છે જે વપરાશકર્તાઓને તેમના મોબાઇલ પર બીજાના પ્રોફાઇલ ફોટો સેવ કરવા દે છે. હાલમાં, વપરાશકર્તાઓને તેમના સંપર્કના Whatsapp પ્રોફાઇલ ફોટો શેર કરવાનો વિકલ્પ મળે છે અને પ્રોફાઇલ ફોટો સેવ કરવા માટે તેના પર ટેપ કરી શકાય છે.

ઉલ્લેખનિય છે કે બહુ જલદી જ WhatsApp પર હવે યુઝર્સ બીજાનો પ્રોફાઇલ ફોટો સેવ નહીં કરી શકાય. એક રિપોર્ટ મુજબ એપ સ્ટોરમાં નવું બીટા અપડેટ કરવામાં આવ્યું છે. જે બાદ વોટ્સએપ ખુબ જલદી પ્રોફાઇલ ફોટોની કોપી સેવ કે ડાઉનલોડનો ઓપશન હટાવી દેશે. માહિતી મુજબ, આ ફિચર પહેલાં એન્ડ્રોયડમાં અપડેટ હતું. જોકે, ગ્રુપ ચેટ્સ માટે આ રિસ્ટ્રિક્શન લાગૂ નથી.

યૂઝ્સ વોટ્સએપ ગ્રુપ આઇકોનનો ફોટો હજુ પણ સહેલાઇથી સેવ કરી શકે છે. આ ફિચરને હટાવવાને લઇને ઘણાં લોકોએ અપીલ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, કોઇપણ પ્રોફાઇલ ફોટોને સેવ કરવા માટે સ્ક્રીનશોટ આજે પણ લેવામાં આવે છે. એવામાં ભલે કોઇ પ્રોફાઇલ ફોટો ડાઉનલોડ ન કરી શકે પણ તે તેનો સ્ક્રિન શોટ સહેલાઇથી લઇ શકે છે.

WhatsAppનાં ઓડિયો ફોર્મેટમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. WhatsApp અત્યાર સુધી ઓડિયો મોકલવા અને રિસિવ કરવા માટે opus ફોર્મેટ વાપરતું હતું. પણ હવે અપડેટ બાદ WhatsApp ઓડિયો ફાઇલ્સને M4A ફોર્મેટમાં રિસીવ કરશે અને મોકલશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post Whatsapp પર હવે ડાઉનલોડ નહીં થાય આ વસ્તુ, એપમાં આવ્યા ઘણા પરિવર્તન appeared first on Sandesh.



from Technology – Sandesh http://sandesh.com/will-not-be-able-to-download-on-whatsapp-the-users-profile-photo/
via Best Gujarati News

0 Comments