પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે તણાવ વધી રહ્યો છે. પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીમાં હારનો સામનો કરનાર તૃણમૂલ કોંગ્રેસના ઘાવ પર મીઠું ભભરાવતા ભાજપે જય શ્રી રામ લખેલા દસ લાખ પોસ્ટકાર્ડ મોકલવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ભાજપના સાંસદ સાક્ષી મહારાજે મુખ્યમંત્રી મમતા બેનર્જીને હિરણ્ય કશ્યપના ખાનદાનના ગણાવ્યા છે.

હરિદ્વારમાં સાક્ષી મહારાજે મમતા બેનર્જીને હિરણ્ય કશ્યપના ખાનદાનના ગણાવ્યા, જે જયશ્રી રામ બોલવા પર જેલ મોકલવાની વાત કરે છે. તેમણે કહ્યું કે બંગાળનું નામ આવતા જ ત્રેતા યુગની યાદ આવે છે. જ્યારે રાક્ષસ રાજા હિરણ્ય કશ્યપે જયશ્રી રામ બોલવા પર પોતાના દીકરાને જેલમાં મોકલી યાતનાઓ આપી હતી. બંગાળમાં મમતા પણ આ જ કરી રહ્યા છ. જયશ્રી રામ બોલવા પર જેલમાં નાંખી રહ્યા છે અને યાતનાઓ આપી રહ્યા છે. મમતા કયાંક હિરણ્ય કશ્યપના ખાનદાનના તો નથી ને?

સાક્ષી મહારાજે કહ્યું કે મમતાનું શાસન અલગતાવાદથી ઓછું નથી. આથી બંગાળી આહત છે અને તેમનો ખામિયાજા મમતાને ચૂકવવો પડશે. વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે.

આની પહેલાં પશ્ચિમ બંગાળથી ભાજપના નવાપસંદ કરાયેલા અર્જુન સિંહે કહ્યું કે અમે મુખ્યમંત્રીના આવાસ પર 10 લાખ પોસ્ટકાર્ડ મોકલવાનો નિર્ણય કર્યો છે જેના પર જય શ્રીરામ લખેલું હશે. તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા અર્જુન સિંહ લોકસભા ચૂંટણી પહેલાં ભાજપમાં સામેલ થયા હતા.

તૃણમૂલ કોંગ્રેસ સૂત્રોએ કહ્યું કે પાર્ટીના નેતા ઉત્તર 24 પરગના જિલ્લાના કાંચરાપાડામાં એકત્રિત થયા હતા, જેથી કરીને પાર્ટીના એ કાર્યાલયોને ફરીથી પાછા લેવાની રણનીતિ બનાવી શકાય જેને કથિત રીતે ભાજપ કાર્યકર્તાઓએ લઇ લીધા છે. કાંચરાપાડા અર્જુન સિંહના બૈરકપુર સંસદીય ક્ષેત્રની અંતર્ગત આવે છે. તૃણમૂલ કોંગ્રેસ નેતા અને રાજ્યના મંત્રી જ્યોતિપ્રિય મલિકે દાવો કર્યો કે અર્જુન સિંહ અને ભાજપ નેતા મુકુલ રોયના દીકરા શુભ્રાંશુ રોય એ ક્ષેત્રમાં કઠિનાઇ પેદા કરવાનું ષડયંત્ર રચ્યું છે.

પોલીસ સૂત્રો એ કહ્યું કે બેઠક સ્થળની બહાર એકત્રિત લોકો એ સૂત્રોચ્ચાર કર્યા અને આરોપ મૂકયા કે મલિક અને મદન મિત્રા, તપસ રૉય અને સુજીત બોસ જેવા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓની હાજરી ક્ષેત્રમાં શાંતિ માટે હાનિકારક છે. સૂત્રો એ કહ્યું કે પોલીસ અને ત્વરિત કાર્યવાળી બળ (આરએએફ) કર્મચારીઓએ પહેલાં પ્રદર્શનકારીઓને સમજાવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાદ સ્થિતિ હાથમાંથી જતી જોઇ લાઠીચાર્જ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post સાક્ષી મહારાજનું વિવાદાસ્પદ નિવેદન- મમતા હિરણ્ય કશ્યપના ખાનદાનના તો નથી! appeared first on Sandesh.



from India – Sandesh http://sandesh.com/bjp-mp-sakshi-maharaj-attack-on-west-bengal-cm-mamata-banerjee/
via Best Gujarati News

0 Comments