કઠવાડાના મૃત વ્યક્તિનો વીમો કરાવનાર કંપનીના કર્મી સામે ફરિયાદ
। અમદાવાદ ।
કઠવાડામાં રહેતા વ્યક્તિનુ ૨૦૧૪માં એટેકથી મોત થયા બાદ ICICI પ્રૂડેન્સિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં તેમની આશરે ૧૦ લાખની પોલીસી ઉતારી હોવાનુ બહાર આવ્યું હતુ. આ કેસમાં તપાસ કરતા ICICI પ્રૂડેન્સિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના પૂર્વ સિનિયર એફએસએમ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
સેટેલાઇટ જોધપુર ગામમાં આવેલા નંદનવન-૨ માં રહેતા હર્ષ ધનંજય ઝવેરી મીઠાખળી આવેલી ICICI પ્રૂડેન્સિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની બ્રાંચ હેડ તરીકે ફરજ બજાવે છે તેમણે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી કે, તેમની ઓફિસમાં હસમુખ ડાહ્યાભાઇ પરીખ (રહે. અમીધારા એપાર્ટમેન્ટ, રખીયાલ) વર્ષ ૨૦૧૪માં સિનિયર એફએસએમ તરીકે નોકરી કરે છે. તેમને માર્કેટમાં કસ્ટમરને વિમા પોલીસ સમજાવી તેમના ડોક્યુમેન્ટ લઇ કંપનીમાં આપવા, આઇડી પ્રુફ, એડ્રેસ, ઇન્ક્મટેક્ષ રિર્ટન અને ફોટા લેવાના હોય છે. વર્ષ ૨૦૧૫માં કંપનીમાંથી હસમુખભાઇએ રાજીનામુ આપી દીધું છે. દરમિયાનમાં પ્રવિણ શનાભાઇ ઝાલા (રહે. રાજીવનગર, કઠવાડા)ની વિમા પોલીસ ઉતરાવી હતી જેમાં કંપની દ્વારા ઇન્વેસ્ટીંગેશન ટીમ મોકલતા બહાર આવ્યું હતુ કે, તા.૨૩.૦૮.૨૦૧૪માં એટેક આવવાથી મોત થયુ હતુ. આમ મરેલા વ્યક્તિ હોવા છતાં આશરે ૧૦ લાખનો વિમો ઉતાર્યો હોવાનુ બહાર આવતા આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. મહત્વની વાત તો એ છે કે, સરદારનગર સહિતના વિસ્તારોમાં હજુ પણ અનેક ખોટા વિમા કૌભાંડો ચાલી રહ્યા છે. જેની તપાસ સ્વતંત્ર એજન્સી દ્વારા કરવામાં આવે તો કરોડોનુ વિમા પોલીસીનુ કૌભાંડ બહાર આવે તેમ છે. સીઆઇડી ક્રાઇમે તાજેતરમાં જ છારાનગરના નિખિલ કોડેકર સહિતના શખસો સામે ફરિયાદ કરી કાર્યવાહી કરી હતી. હજુ પણ સીઆઇડી ક્રાઇમ આવા અનેક કેસોમાં તપાસ કરી રહી છે ટુંક સમયમાં ત્રણ જેટલી ફરિયાદો વિમા કૌભાંડમા થઇ શકે છે. વિમા કૌભાડમાં મૃત લોકોની પોલીસી ઉતારવામાં આવે છે અને વિમાં કંપનીઓ પાસે લાખો રુપિયા મેળવવામાં આવતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post કઠવાડાના મૃત વ્યક્તિનો વીમો કરાવનાર કંપનીના કર્મી સામે ફરિયાદ appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/curtain-dead-person-of-the-art/
via Best Gujarati News
0 Comments