અમદાવાદીઓ હજુ એક અઠવાડિયા સુધી નહીં મળે ગરમીમાં રાહત, અગનભઠ્ઠીમાં શેકાવા રહેજો તૈયાર
। અમદાવાદ ।
ઉનાળાની સિઝનમાં સૌથી વધુ ગરમી મે મહિનામાં પડતી હોય છે, જે ચાલુ વર્ષે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં રેડ એલર્ટ સુધી તાપમાન પહોચ્યું હતું. જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે છેલ્લા ૧૦ વર્ષના તાપમાનને જોતા જૂનના પ્રથમ સપ્તાહ બાદ ગરમીમાં ઘટાડો થવાનો સિલસિલો રહ્યો છે. પ્રથમ સપ્તાહમાં ૪૧થી ૪૪ ડિગ્રી સુધી તાપમાન પણ રહ્યું છે. જૂન મહિનામાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી ૧૨૨ વર્ષ પહેલા ૧૮૯૭ના ૭ જૂનના દિવસે ૪૭.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જૂન મહિનામાં વરસાદી ઝાપટા તેમજ ધોધમાર વરસાદ પણ પડયો છે. વર્ષ-૨૦૧૭માં જૂન મહિનામાં અમદાવાદમાં ૧૦૨ મીમી વરસાદ પડયો હતો.
આ સિવાય ૧૯૯૭માં ધોધમાર ૭૨૬ મીમી એટલે કે, ૩૩ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
અઠવાડિયા સુધી અમદાવામાં કેટલી ગરમી રહેશે
૦૨ જૂન ૪૪ ડિગ્રી
૦૩ જૂન ૪૪ ડિગ્રી
૦૪ જૂન ૪૩ ડિગ્રી
૦૫ જૂન ૪૩ ડિગ્રી
૦૬ જૂન ૪૨ ડિગ્રી
૦૭ જૂન ૪૩ ડિગ્રી
૦૮ જૂન ૪૩ ડિગ્રી
અમદાવાદીઓને હજુ એક સપ્તાહ સુધીઅગનભઠ્ઠીમાં શેકાવું પડશે
અમદાવાદ શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર પહોચતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અગળ ગોળા વર્ષાતી ગરમીના લીધે લોકો હેરાન-પરેશાન થઈ ચૂક્યાં છે. ગરમીના પ્રકોપથી ઝાડા-ઉલટી અને ટાઈફોઈના કેસમાં સતત વધારો નોધાઈ રહ્યો છે. બીજી તરફ હજુ એક સપ્તાહ સુધી ગરમીનો ઘટાડો થવાની શક્યતાઓ નહીવત છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે એક સપ્તાહ સુધી ૪૩ ડિગ્રી ગરમીની અગનભઠ્ઠીમા શહેરીજનોએ શેકાવુ પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન
The post અમદાવાદીઓ હજુ એક અઠવાડિયા સુધી નહીં મળે ગરમીમાં રાહત, અગનભઠ્ઠીમાં શેકાવા રહેજો તૈયાર appeared first on Sandesh.
from Gujarat – Sandesh http://sandesh.com/orange-alert-in-ahmedabad-over-heat-wave/
via Best Gujarati News
0 Comments