સુરતમાં રાંદેર રોડ પર બોર્ડ મંજૂરી વિના ચાલતી પ્રભાતતારા શાળાના ૪૫ વિદ્યાર્થીઓની ધોરણ-૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ન લેવાતા સુરત શહેરના શિક્ષણ જગતમાં ભારે ઊહાપોહ મચી ગયો હતો. જોકે, હવે અઢી મહિનાની પ્રક્રિયા બાદ શિક્ષણ બોર્ડે પ્રભાતતારા શાળાના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા લેવાનો નિર્ણય લેતાં વિદ્યાર્થી, વાલીઓમાં ખુશાલી વ્યાપી ગઇ છે.

ગત માર્ચ માસમાં હાઇકોર્ટના આદેશને આધીન જિલ્લા શિક્ષણાધિકારીએ બોર્ડ મંજૂરી વિના ચાલતી પ્રભાતતારા શાળાના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન બોર્ડ પરીક્ષા ન લેવાતા પ્રભાતતારા શાળાના ધો-૧૦ના ૩૩ અને ધો-૧૨ના ૧૨ મળીને ૪૫ વિદ્યાર્થીઓ રઝળી પડયા હતા. તેમજ રાજ્ય સરકારે ઓપન સ્કૂલ એક્ઝામ લેવાની જાહેરાત કરી હતી.

જોકે, તેમ છતાં પાલનપુર પાટિયા રોડ પર આવેલી વિદ્યાકુંજ શાળાના આચાર્ય મહેશ પટેલ, વિદ્યાર્થી અને વાલીઓએ બોર્ડ પરીક્ષા માટે રજૂઆતોનો દોર યથાવત રાખ્યો હતો, જેને પગલે આખરે બોર્ડ દ્ધારા હવે ધો-૧૦ અને ૧૨ના તમામ વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા લેવાનો નિર્ણય લેવાતા આચાર્ય મહેશ પટેલ, વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે.

વિદ્યાકુંજ શાળાના આચાર્ય મહેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રભાતતારા શાળાના ધો-૧૦ના ૩૩ વિદ્યાર્થીઓની પરીક્ષા ૧૧ જુલાઇથી શરૂ થતી પૂરક પરીક્ષા સાથે લેવાશે. જ્યારે ધો-૧૨ સામાન્ય પ્રવાહના ૧૨ વિદ્યાર્થીઓની ખાસ પરીક્ષા ૨૬થી ૨૯ જૂન વચ્ચે લેવાશે. તે માટે ૫ જૂન સુધીમાં ઓફલાઇન ફોર્મ ભરવાનું રહેશે. બોર્ડ દ્ધારા લેવાયેલો આ નિર્ણય સાચા અર્થમાં વિદ્યાર્થીઓની જીત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post શિક્ષણ જગતમાં ભારે ઊહાપોહ મચાવનાર પ્રભાવતારા શાળાના વિદ્યાર્થીઓ માટે ખુશખબર appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/prabhat-tara-school-dispute-gujarat-board-will-take-45-students-for-the-exam/
via Best Gujarati News

0 Comments