• સિવિલમાં સારવારમાં બેદરકારીને લઈ ફરી વિવાદ

નવસારી, વિજલપોરની ચાર વર્ષીય બાળકીના ડાબા હાથનું સિવિલમાં ઓપરેશન કરાયા બાદ ડોક્ટરોની બેદરકારીનો આક્ષેપ થયો હતો. ઓપરેશન વખતે હાથમાં મૂકેલો વધારાનો તાર કાપવાનું ડોક્ટરો ભૂલી ગયા હોવાનો આક્ષેપ કરવા સાથે પરિવારે તબીબી અધિક્ષકને ફરિયાદ કરી હતી.

નવસારી, વિજલપોરમાં આવેલા અંબિકાનગરમાં રહેતી ભૂમિકા મહેન્દ્ર ગીરાસે (ઉં.વ.૪) એક માસ અગાઉ નવગામમાં રહેતા મામાના ઘરે આવી હતી. જ્યાં રમતી વખતે પડી જતા ભૂમિકાના હાથમાં ઇજા થવા સાથે સોજો આવી ગયો હતો. પરિવારના સભ્યો તેણીને સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં લાવતા પ્લાસ્ટર મારી રજા આપવામાં આવી હતી.

ત્યારબાદ એક માસ બાદ તેઓ ભૂમિકાને બતાવવા આવતા તબીબોએ તપાસ બાદ ઓપરેશન કરવાની વાત કરી હતી. બે-ત્રણ દિવસ અગાઉ ભૂમિકાનું ઓપરેશન કરાયું હતું.  ભૂમિકાના પિતા મહેન્દ્રએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ઓપરેશન પછી ડોક્ટરોએ એક્સરે કરાવ્યો હતો.

જેમાં ઓપરેશન વખતે હાથમાં મૂકેલો વધારાનો તાર કાપવાનું તેઓ ભૂલી ગયા હતા. જે કાઢવા માટે ફરી ઓપરેશનની વાત કરી હતી, પરંતુ તેઓ નવસારી હોય તેમના આવ્યાં પછી જ ઓપરેશન કરવા માટે કહ્યું હતું, પરંતુ તેમની સાસુના અંગૂઠાનું નિશાન લઈ વધારાનો તાર કાઢી લેવાયો હતો. આવી બેદરકારી જોઈ તેમણે તબીબી અધિક્ષકને ફરિયાદ કરી હતી.

ઓર્થોપેડિક વિભાગના ડો. અંશુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, બીજી વખત ઓપરેશન કરવાની વાત ખોટી છે. નર્સિંગ સ્ટાફની ગેરસમજને લીધે પરિવાર ઓપરેશન સમજ્યું હતું. ઓપરેશન બાદ બરાબર છે કે નહીં,  તે મશીનમાં જોવા માટે લઈ જવાયું નથી. કોઈ વધારાનો તાર ડોક્ટરો ભૂલ્યાં નહોતા. બાળકીની તબિયત સારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

The post હોસ્પિટલની ઘોર બેદરકારી, ઓપરેશન વખતે હાથમાં મૂકેલો વધારાનો તાર કાપવાનું ડોક્ટરો ભૂલી ગયા appeared first on Sandesh.



from Gujarat – Sandesh http://sandesh.com/surat-hospitals-deadly-negligence-doctors-forgetting-to-cut-extra-strands-of-hand-held-during-operation/
via Best Gujarati News

0 Comments